BREAKING: AAPએ ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી, જાણો કોને-કોને ટિકિટ મળી?
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે એવામાં હવે આમ આદમી પાર્ટી આજે ઉમેદવારોનું વધુ એક…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે એવામાં હવે આમ આદમી પાર્ટી આજે ઉમેદવારોનું વધુ એક લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોનું છઠ્ઠા લિસ્ટમાં કુલ 20 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ નવી યાદીમાં વડગામ તથા સુરત ઉત્તર બેઠક સહિતની બેઠક પરથી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી શકે છે. જેમાં વડગામમાં દલપત ભાટીયા તથા સુરત ઉત્તર બેઠક પરથી મહેન્દ્ર નાવડીયાને ટિકિટ આપવામાં આવી શકે છે. આ પહેલા 16મી ઓગસ્ટે જ AAPનું પાંચમું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 12 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. પાર્ટી દ્વારા અત્યાર સુધીમાં કુલ 73 જેટલી બેઠકો પરથી ‘મૂરતિયા’ઓના નામની જાહેરાત કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
પાંચમી યાદીમાં ઉમેદવારો અને ટિકિટ વિશે વિગતવાર માહિતી
આમ આદમી પાર્ટીએ જાહેર કરેલી પાંચમી યાદીમાં કુલ 12 ઉમેદવારોના નામ બહાર પડાયા હતા.
ADVERTISEMENT
- ભૂજથી રાજેશ પંડોરિયાને
- ઈડરથી જયંતીભાઈ પ્રણામી
- અમદાવાદની નિકોલ બેઠક પર અશોક ગજેરા
- અમદાવાદની સાબરમતી બેઠક પર જશવંત ઠાકોર
- ટંકારા બેઠક પર સંજય ભટાસણા
- કોડિનાર બેઠક પરથી વાલજીભાઈ મકવાણા
- મહુધા બેઠક પરથી રવજીભાઈ વાઘેલા
- બાલાસિનોર બેઠક પરથી ઉદયસિંહ ચૌહાણ
- મોરવા હડફ બેઠક પરથી બાનાભાઈ ડામેર
- ડેડિયાપાડા બેઠક પરથી ચૈતર વસાવા
- તાપીની વ્યારા બેઠક પરથી બીપીન ચૌધરી
ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ જંપ લાવી રહી છે. જેને લઈને AAP દ્વારા પૂરજોશમાં પ્રચારની કામગીરી ચાલી રહી છે. તાજેતરમાં જ દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ બાદ દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા પણ બે દિવસ ગુજરાત પ્રવાસે આવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT