અમદાવાદ-સુરત સહિત 8 મહાનગરોમાં દર 4 કિલોમીટરે એક સરકારી સ્કૂલ બનાવવાની AAPની જાહેરાત
અમદાવાદ: ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ આજે ગુજરાતમાં સ્કૂલો બનાવવા પર પોતાનો પ્લાન રજૂ કર્યો હતો. તેમણે જાહેરાત કરી હતી કે…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ આજે ગુજરાતમાં સ્કૂલો બનાવવા પર પોતાનો પ્લાન રજૂ કર્યો હતો. તેમણે જાહેરાત કરી હતી કે તેમની સરકાર બનવા પર અમદાવાદ સહિત 8 મહાનગરોમાં દર 4 કિલોમીટરે 1 સરકારી સ્કૂલ બનાવવામાં આવશે.
ક્યા કયા શહેરોમાં સ્કૂલ બનાવવાની જાહેરાત?
મનીષ સિસોદિયાએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢ આ 8 આ શહેરોમાં દર 4 કિલોમીટરે એક એવી સરકારી સ્કૂલ ઊભી કરવામાં આવશે, જે પ્રાઈવેટ સ્કૂલ કરતા પણ સારી હશે. આ તમામ શહેરોમાં કોઈપણ માતા-પિતા ક્યાંય પણ રહેતા હોય, તે પોતાના ઘરથી 2-3 કિલોમીટરની અંદર મોકલી શકશે. આ તમામ સ્કૂલો 1 વર્ષની અંદર બનાવવામાં આવશે. અમે તેનો પ્લાન બનાવ્યો છે. અમે હવામાં એવી વાત નથી કરતા પછી કહીએ તો આ તો જુમલા હતા. અમે એક એક સ્કૂલની મેપિંગ કરી છે.
એરપોર્ટ પર ઉતરતા જ AAP પર પ્રહાર કર્યા
નોંધનીય છે કે મનીષ સિસોદિયાની CBI પૂછપરછ બાદ આજે ગુજરાત પ્રવાસ પર આવ્યા છે. તેવામાં એરપોર્ટ ખાતે આવતાની સાથે જ ભાજપ પર કટાક્ષ કર્યા હતા. તેમણે આ દરમિયાન શિક્ષણનો મુદ્દો ઉઠાવવાની સાથે ભાજપ CBI, EDનો દુરૂપયોગ કરતી હોવાનું જણાવ્યું હતું. આની સાથે શિક્ષણ મુદ્દે પર સરકારને ઘેરી હતી.
ADVERTISEMENT
મનીષ સિસોદિયાએ કહ્યું કે ગુજરાતના લોકોને અત્યારે આમ આદમી પાર્ટીની શિક્ષણ નીતિ પસંદ આવી ગઈ છે. તેવામાં દિલ્હીમાં જેમ દરેક બાળક માટે સારી શાળાઓ છે તેવી જ ગુજરાતમાં બનશે એવો વિશ્વાસ પણ જનતાને મળી ગયો છે. ભાજપે 27 વર્ષના શાસનમાં કશુ જ નથી કર્યું અને હવે જ્યારે લોકો અમારી પાર્ટીનો વોટ આપવા માટે તૈયાર થયા છે. ત્યારે BJPના લોકો CBI અને ED બધાનો દુરૂપયોગ કરીને મને અહીંયા આવતા રોકવા માગે છે.
ADVERTISEMENT
(વધુ વિગતો ઉમેરાઈ રહી છે)
ADVERTISEMENT
ADVERTISEMENT