AAPએ વીડિયો વિવાદ મુદ્દે BJPના ઝડફિયા પર સાધ્યું નિશાન, PM મોદી વિરૂદ્ધના જૂના નિવેદનો શેર કર્યા
અમદાવાદઃ AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાનો PM મોદી અંગે વિવાદિત શબ્દો બોલતો વીડિયો વાઈરલ થયો છે. જે અંગે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ AAP પર…
ADVERTISEMENT
અમદાવાદઃ AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાનો PM મોદી અંગે વિવાદિત શબ્દો બોલતો વીડિયો વાઈરલ થયો છે. જે અંગે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ AAP પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પાર્ટીની માનસિકતાથી લઈ ગોપાલ ઈટાલિયા પર નિશાન સાધ્યું હતું. જોકે ત્યારપછી આમ આદમી પાર્ટીએ પણ વળતો જવાબ આપી ગોરધન ઝડફિયાના જૂના ભાષણનો વીડિયો બતાવ્યો હતો. જેમાં તેઓ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ભાષણ આપતા નજરે પડ્યા હતા. ચલો સમગ્ર વિવાદ પર નજર કરીએ….
ઝડફિયાએ AAPની ટિકા કરી
ગોપાલ ઈટાલિયાનો PM નરેન્દ્ર મોદી વિરૂદ્ધ બોલતો વીડિયો વાઈરલ થયા પછી હોબાળો મચી ગયો હતો. એને જોતા આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા ભાજપના ગોરધન ઝડફિયાએ કહ્યું કે AAPની માનસિકતા ચિંતાનો વિષય છે. વડાપ્રધાન ગમે તે પાર્ટીના હોઈ શકે છે પરંતુ તેમની ગરીમા સાચવવાની જવાબદારી દરેકે સમજવી જોઈએ. આ પદની ગરીમા સચવાવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગરિમાને આવી રીતે અપમાનિત ન કરી શકાય.
ADVERTISEMENT
AAP દ્વારા જૂનો વીડિયો શેર કરી ઝડફિયા પર વળતો પ્રહારો
આમ આદમી પાર્ટીએ ગોરધન ઝડફિયાનો જૂનો વીડિયો શેર કર્યો હતો. જેમાં તેઓ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ટિપ્પણી આપતા નજરે પડ્યા હતા. આમ આદમી પાર્ટીએ શેર કરેલા આ વીડિયોમાં ગોરધન ઝડફિયા બોલી રહ્યા છે કે નરેન્દ્ર મોદીના જો કોઈ પહેલા ખોળાના હોય તો સમજી લેજો હિસાબ કરતા અમને આવડે છે. નરેન્દ્ર મોદી 12 વર્ષથી વાતો કરે છે કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી. છૂટક નહીં હોલ સેલ, નરેન્દ્ર મોદી કે ભાજપમાંથી કોઈના તેવડ હોય તો 1250 પાનાનો ડેટા છે. આનાથી 1 લાખ કરોડ રૂપિયા સુધીના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થઈ શકે છે. આ કોરોડનો ભ્રષ્ટાચાર હું જાહેરમાં સાબિત કરી બતાવીશ એવો પડકાર ફેંકુ છું.
AAPએ કહ્યું ઝડફિયાની બે મોઢાળી વાતો…
આમ આદમી પાર્ટીએ ગોરધન ઝડફિયાનો જૂની અને વાઈરલ વીડિયો મુદ્દે નિવેદન આપતી ક્લિપ શેર કરી છે. જેમાં AAPએ કહ્યું કે ગોરધન ઝડફિયા તો બે મોઢાળી વાત કરે છે. શું આમને પોતે આપેલા જૂના નિવેદનો પણ યાદ નથી!
ADVERTISEMENT
Video મુદ્દે ઈટાલિયાએ કહ્યું-
વાઈરલ વીડિયો મુદ્દે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે જો મારી ભાષા ખરાબ હોય તો મને ફાંસીએ ચઢાવી દો. મને જેલ ભેગો કરો પરંતુ એ જવાબ ભાજપે જરૂર આપવો પડશે કે જનતાના કલ્યાણનું શું થશે. ભાજપ રોજગારી, શિક્ષણ અને લઠ્ઠાકાંડ મુદ્દે કોઈપણ પગલા ભરી રહી નથી. તેવામાં હવે મુદ્દા પરથી ભટકાવવામાં આવી રહ્યા છે. અત્યારે ચૂંટણી દરમિયાન વિકાસનો મુદ્દો હોવો જોઈએ આ જૂના અથવા ફેક વીડિયોના મુદ્દાથી ભાજપ ભટકાવવા પ્રયત્ન કરી રહી છે.
ADVERTISEMENT