BREAKING: AAPની યુવાનોને આકર્ષવાની પહેલ શરૂ, રાઘવ ચઢ્ઢા આવતીકાલે 24 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે
અમદાવાદઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. તેવામાં રાજ્યના સહ પ્રભારી બન્યા પછી રાઘવ ચઢ્ઢા પહેલીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. નોંધનીય…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટી એક્ટિવ મોડમાં આવી ગઈ છે. તેવામાં રાજ્યના સહ પ્રભારી બન્યા પછી રાઘવ ચઢ્ઢા પહેલીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. નોંધનીય છે કે 24 સપ્ટેમ્બરના દિવસે તેઓ રાજકોટ ખાતે પહોંચશે. જ્યાં તેઓ યુવાનોને આકર્ષવાની સાથે ચૂંટણી પ્રચાર સહિતના મહત્ત્વપૂર્ણ કાર્યો અંગે ચર્ચા કરી શકે છે. તથા મહાત્માગાંધીના બાળપણના નિવાસસ્થાનની મુલાકાત પણ લેશે.
કાર્યકર્તાઓ સાથે કરશે ખાસ બેઠક
રાઘવ ચઢ્ઢા ગુજરાત પ્રવાસ દરમિયાન રાજકોટ પહોંચશે. અહીં તેઓ ચૂંટણીલક્ષી કાર્યકર્તાઓ તથા વરિષ્ઠ નેતાઓ સાથે મહત્ત્વપૂર્ણ મુલાકાત કરી શકે છે. નોંધનીય છે કે આ દરમિયાન યુવા વર્ગને આકર્ષવા માટે પણ પહેલ કરાઈ શકે છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે રાઘવ ચઢ્ઢા બપોરે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરશે. ત્યારપછી સાંજે મહાત્મા ગાંધીના બાળપણના નિવાસસ્થાને પ્રવાસ પર જઈ શકે છે.
રાઘવ ચઢ્ઢા બન્યા AAPના સહપ્રભારી
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. તેવામાં યુવાનોને આકર્ષવા માટે AAPએ રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપી દીધી છે. તેમની AAPના ગુજરાત સહપ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. નોંધનીય છે કે પાર્ટીએ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં પોતાની એક અલગ છાપ ઉભી કરવામાં સફળતા પણ મેળવી લીધી છે. ત્યારે હવે અરવિંદ કેજરીવાલે ગ્રામીણ અને શહેરી યુવાનોને આકર્ષવા માટે નવી રણનીતિ બનાવી લીધી છે.
ADVERTISEMENT
રાજ્યસભા સાંસદ અને યુવા નેતા શ્રી @raghav_chadha ની 'આપ' ગુજરાત સહપ્રભારી તરીકે નિમણૂક થવા બદલ અભિનંદન સહ શુભકામનાઓ! pic.twitter.com/DtJ9Xbrn9g
— AAP Gujarat (@AAPGujarat) September 18, 2022
ગુજરાત ઈલેક્શનમાં રાઘવ એક્ટિવ
રાઘવ ચઢ્ઢા અવાર નવાર ગુજરાતના રાજકારણ અંગે પોતાનો મત રજૂ કરતા હોય છે. અગાઉ તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા વિકાસ મોડલ વિશે વાત કરી હતી. તેમણે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી હતી. જેના પરિણામે વિધાનસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીના મોડલની સફળતા વિશેની માહિતી તે આપી શકે છે. નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ હવે ગુજરાતમાં યુવાનોને આકર્ષવા સહિતની જવાબદારી તેમને સોંપતા રાજકારણમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT