Exclusive: AAPને ભાજપનો ડર? પાંચેય ધારાસભ્યોને લઈને ઈસુદાન ગઢવી દિલ્હી પહોંચ્યા
નવી દિલ્હી: ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 5 સીટો જીતી છે. જોકે ચૂંટણી બાદથી જ વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીના ભાજપમાં જોડાવાની ચર્ચાઓ ઉઠી હતી. જોકે બાદમાં…
ADVERTISEMENT
નવી દિલ્હી: ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 5 સીટો જીતી છે. જોકે ચૂંટણી બાદથી જ વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીના ભાજપમાં જોડાવાની ચર્ચાઓ ઉઠી હતી. જોકે બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ આપમાં જ રહેશે. ત્યારે અન્ય ધારાસભ્યો ભાજપમાં જોડાય એવી અટકળો વચ્ચે AAPના નેતા ઈસુદાન ગઢવી આ પાંચેય ધારાસભ્યોને લઈને દિલ્હી પહોંચ્યા હતા.
આ ધારાસભ્યો ઈસુદાન સાથે દિલ્હી પહોંચ્યા
ખાસ વાત છે કે, ભૂપત ભાયાણીની ભાજપમાં જોડાવાની ચર્ચાઓ ઉઠી હતી, જે બાદ તેમણે પાર્ટીના સૈનિક હોવાનું નિવેદન આપ્યું હતું, જ્યારે અન્ય ધારાસભ્યોએ પણ પોતે AAPમાં જ રહેશે એમ જણાવ્યું હતું. જોકે તેમ છતાં તમામ ધારાસભ્યોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. ત્યારે ઈસુદાન ગઢવી અને ધાર્મિક માલવિયા આ ધારાસભ્યોને લઈને દિલ્હી પહોંચ્યા હતા. જેમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ આહીર તથા ગરિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી દિલ્હી પહોંચ્યા હતા.
ADVERTISEMENT
ભૂપત ભાયાણીની BJPમાં જોડાવાની ચર્ચાઓ ઉઠી હતી
ખાસ વાત છે કે જૂનાગઢની ભેસાણ અને વિસાવદર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીના ભાજપમાં જોડાવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો. ત્યારે તેમણે આ વાત તદન અફવા છે જેને ધ્યાને લઈને પોતાના નિવાસ સ્થાને સોમવારે રાત્રે 8.30 કલાકે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસાવદરના આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો અને આમ જનતાને આ મીટિંગમાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.
મીટીંગની શરૂઆત થતાં જ આમ જનતાનો રોસ જોવા મળ્યો હતો અને અમુક કાર્યકરોએ તો એવું પણ કીધું કે, તમે અમને પાકિસ્તાન ભેગા જવાનું કેસો તો આવશું પણ ભાજપમાં તો નહીં જ. ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ખુલાસો આપ્યો કે, હું આમ આદમી પાર્ટીનો સૈનિક છું અને આમ આદમી પાર્ટીમાં જ રહીશ. હું ક્યારેય બીજેપીનો કેસરિયો ધારણ નહિ કરું અને જોડાઈશ પણ નહીં. જેવી ખાત્રી આપી.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT