AAPના ધારાસભ્યનો મોટો ધડાકો, ચૂંટણી બાદ BJPના રાષ્ટ્રીય નેતાએ ફોન કરીને આવી ઓફર આપી હતી
ગાંધીનગર: ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 5 સીટો પર જીત મેળવી અને 13 ટકા વોટ શેર મેળવ્યા હતા. જોકે ચૂંટણીના પરિણામ બાદ જ AAPના…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 5 સીટો પર જીત મેળવી અને 13 ટકા વોટ શેર મેળવ્યા હતા. જોકે ચૂંટણીના પરિણામ બાદ જ AAPના ધારાસભ્યોની ભાજપમાં જવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જે બાદ તમામ ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા હતા અને કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. હવે વિધાનસભામાં શપથવિધિ માટે ગયેલા AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ મામલે ખુલાસો કર્યો છે અને ભાજપના રાષ્ટ્રીય નેતાનો તેમને ફોન આવ્યો હોવાનું જણાવ્યું છે.
ભાજપના નેતાએ ફોનમાં શું કહ્યું?
ડેડિયાપાડાથી AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કે, જીત્યા પછી ઘણા રાષ્ટ્રીય નેતાઓના ફોન હતા કે બીજા ધારાસભ્ય પણ અમારા સંપર્કમાં છે, તમે પણ અમારી સાથે આવી જાવ. પણ હું ચૈતર વસાવા નાના માણસોના વિશ્વાસ થકી આ વિધાનસભા સુધી પહોંચ્યો છું, મને કોઈ જાતની સત્તા કે પૈસા રૂપિયાનો મોહ નથી. એટલે મેં સ્પષ્ટપણે કહ્યું હતું કે, આવનારા સમયમાં અમે લોકોનો અવાજ બનીને વિધાનસભામાં ગૂંજવાના છીએ.
કેજરીવાલ પાસેથી ટિપ્સ લઈને આવ્યા
તેમણે આગળ કહ્યું કે, ચોક્કસ ભાજપને આવનારા સમયમાં આમ આદમી પાર્ટી સાથે સીધી ટક્કર દેખાઈ રહી છે એટલે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને તોડવાની મોટી રણનીતિ હતી, પણ તેમાં તે ચોક્કસ નિષ્ફળ થયા છે. ભાજપના રાષ્ટ્રીય નેતાએ સંપર્ક કરીને કહ્યું હતું કે તમારે પાર્ટી નથી છોડવાની અમને સમર્થન જાહેર કરો. એટલે અમે પાંચેય ધારાસભ્યોએ મળીને દિલ્હી જઈને કેજરીવાલને મળી આવ્યા અને તેમણે અમને ટિપ્સ આપી. એટલે હવે કોઈ સવાલ જ નથી કે પાંચમાંથી કોઈ ભાજપમાં જાય.
ADVERTISEMENT
ADVERTISEMENT