AAPની ત્રિપુટી મિશન ઈલેક્શન પાર પાડવા સજ્જ! કેજરીવાલથી લઈ રાઘવ ચઢ્ડા રાજ્યમાં એક્ટિવ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ આમ આદમી પાર્ટીનું ચૂંટણી પ્રચારનું મેરેથોન કેમ્પેઈન જોરશોરથી ચાલી રહ્યું છે. તેવામાં ગુજરાત પ્રવાસ પર આવેલા અરવિંદ કેજરીવાલ, ભગવંત માન અને રાઘવ ચઢ્ઢા સુપર એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. તેઓ સુરેન્દ્રનગર તથા સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રચાર સાથે જનસંવાદ માટે સતત વ્યસ્થ રહેશે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ પણ પાટીદારોને પોતાના પક્ષમાં લેવા માટે તૈયારીઓ આરંભી દીધી છે. ખોડલધામ રાસોત્સવની મુલાકાત પછી રાજકારણ પણ ગરમાયું હતું. ચલો AAPની ત્રિપુટી એવા દિગ્ગજોનો આજનો ગુજરાતમાં શું કાર્યક્રમ છે એના પર નજર કરીએ…

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનું શેડ્યૂલ
આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન રાજકોટમાં સવારે 11 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેશે. ત્યારપછી બપોરે 1 વાગ્યે સુરેન્દ્રનગર તથા 4.30 વાગ્યે ખેડબ્રહ્મામાં જનસભાને સંબોધશે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલ જનતાને લગતા વિવિધ પ્રશ્નોને લઈને ચર્ચા કરી શકે છે.

યુવા વર્ગને આકર્ષવા રાઘવ ચઢ્ઢા મેદાનમાં…
આમ આદમી પાર્ટીએ યુવા વર્ગને આકર્ષવા માટે રાઘવ ચઢ્ઢાને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ ગુજરાત પ્રવાસ દરમિયાન જનતાલક્ષી મુદ્દાઓ ઉઠાવતા નજરે પડ્યા છે. તેઓ નવસારી ખાતે સવારે 10 વાગ્યે ગાંધી મેમોરિયલના દર્શન કરશે. ત્યારપછી બપોરે 1 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી વડોદરા ખાતે 3 વાગ્યે વર્કર યુનિયન રેલીમાં ભાગ લેશે. સાંજે 5 વાગ્યે કળશ યાત્રામાં ભાગ લીધા પછી રાત્રે 10 મોટા વરાછા ખાતે આયોજિત ખોડલધામ નવરાત્રી ફેસ્ટિવલમાં માતાજીની પૂજા-અર્ચના કરશે.

ADVERTISEMENT

With Input- સૌરભ વક્તાનિયા

    follow whatsapp

    ADVERTISEMENT