‘AAP એટલે અરવિંદ એડવર્ટાઈઝિંગ પાર્ટી’, દિલ્હી મોડલની પોલ ખોલતા કોંગ્રેસ શું બોલી?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ડો. અજોય કુમારે ગુજરાત પ્રવાસ દરમિયાન આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. તેમણે કોંગ્રેસની શાળાઓની પોલ ખોલી નાખી હતી. તથા શિક્ષણ વ્યવસ્થાને નામ પર લોકોને ભ્રમિત કરવાની વાત ઉચ્ચારી હતી. નોંધનીય છે કે ગુજરાતમાં વધતા જતા આમ આદમી પાર્ટીના પ્રભાવના પગલે કોંગ્રેસમાં ચિંતાનું મોજુ ફરીવળ્યું છે. તેવામાં હવે રાષ્ટ્રીય પ્રવક્તાએ AAPને એડવર્ટાઝિંગ મોડલ પણ કહી દીધું હતું. ચલો સમગ્ર ઘટના પર નજર કરીએ.

AAP એટલે એડવર્ટાઈઝિંગ મોડલ
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ડો.અજોય કુમારે કહ્યું કે AAP એટલે કે અરવિંદ એડવર્ટાઈઝિંગ પાર્ટી છે. તેઓ શિક્ષણ મોડલના નામ પર લોકોને ભ્રમિત કરે છે. અરવિં કેજરીવાલે 500 મોડલ સ્કૂલ બનાવી છે. પરંતુ આમ જોવા જઈએ તો અત્યારસુધી 63 શાળાઓ જ આ પ્રોજેક્ટમાંથી બની શકી છે. જેમા 6 હજાર ક્લાસરૂમ બનાવવાની વાત કરવામાં આવી હતી. તેમાંથી 4 હજાર જ ક્લાસરૂમ બન્યા પરંતુ રૂપિયાની વાત કરીએ તો પાર્ટીએ 7 હજાર ક્લાસરૂમ બનાવવાના રૂપિયા આપ્યા હતા.

80 ટકા શાળામાં પ્રિન્સિપાલ જ નથી- અજોય કુમાર
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાએ ત્યારપછી દિલ્હીના શિક્ષણ મોડલની પોલ ખોલી હતી. તેમના જણાવ્યા પ્રમાણે દિલ્હીની 80 ટકા શાળાઓ એવી છે જેમાં હજુ સુધી પ્રિન્સિપાલ જ નિમાયા નથી. અરવિંદ કેજરીવાલનું મોડલ ખોટું છે, આ માત્ર લોકોને ભ્રમિત કરવાની વાત છે.

ADVERTISEMENT

લિકર પોલીસી પર કેજરીવાલ સામે પ્રહારો
AAP એટલે અરવિંદ આલ્કોહોલ પાર્ટી એમ કહીને રાષ્ટ્રીય પ્રવક્તાએ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આ દરમિયાન દિલ્હીમાં 40 ટકા સરકારી અને 60 ટકા ખાનગી દારૂની દુકાનો હોવાનું પણ જણાવ્યું હતું. આ દરમિયાન ત્યાંની સ્થિતિ વિશે જણાવતા કહ્યું કે અહીં એક શોપ ખોલવા માટે 25 લાખ ડિપોઝિટ આપવાની જરૂર પડતી હોય છે. નોંધનીય છે કે અગાઉ 750 MLની બોટલ પર સરકારને સારી આવક થતી હતી, જ્યારે હવે તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આનાથી માત્ર માલિકોને જ ફાયદો થતો જોવા મળી રહ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT