જાણો AAPના મનોજ સોરઠિયા પર હુમલો કેમ થયો, પાર્ટીના નેતાએ કર્યો સણસણતો ઘટસ્ફોટ..

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ સુરતમાં AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા (Manoj Sorathiya) પર જીવલેણ હુમલો થયો હતો. આમ આદમી પાર્ટી દ્વારા આની પાછળ કથિત રીતે ભાજપના ગુંડા તત્વોનો હાથ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ મામલે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કડક પગલા લેવા અપીલ કરી છે. આ દરમિયાન ગુજરાત તક સાથે વાતચીત દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા કૈલાશભાઈએ આ હુમલા પાછળના કારણો સહિતનો ઘટસ્ફોટ કર્યો છે. તથા ભાજપ પર નિશાન સાધી ગૃહમંત્રીના રાજીનામાની માગ પણ કરી દીધી છે.

ભાજપના નેતાઓ દ્વારા હુમલો થયો હોવાનો AAPનો આરોપ
આપના નેતા કૈલાશભાઈએ જણાવ્યું કે મનોજ સોરઠિયા ગણેશ પંડાલનું આયોજન જોવા ગયા હતા. આ દરમિયાન અંદરના ભાગમાં જ્યારે આપના નેતા પહોંચ્યા ત્યારે અંદર ભાજપના ગુંડાઓ બેઠા હતા. આ દરમિયાન તેમના હાથમાં લાકડીઓ હતી અને તેઓ દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. અચાનક જ તેમણે મનોજભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો.

કૈલાશભાઈએ હુમલાની ટાઈમલાઈન જણાવી

ADVERTISEMENT

  • ગુંડાઓ આયોજનબદ્ધ રીતે હુમલો કરવા માટે તૈયાર હતા.
  • ગુંડાઓ મનોજ સોરઠિયાની રાહ જોતા હતા અને 100થી વધુ અસમાજિક તત્વો ત્યાં હાજર હતા.
  • ગુંડાઓના હાથમાં લાકડીઓ હતી અને મનોજભાઈને જોઈને તાત્કાલિક હુમલો કરી દીધો હતો.
  • અન્ય કાર્યકર્તાઓ પર પણ ગુંડાઓએ હુમલો કર્યો હતો.
  • પોલીસને આમ આદમી પાર્ટીએ જાણ કરી છે. હુમલામાં કેટલાક ભાજપના કાર્યકર્તાઓ હોવાનું પણ જાણવા મળ્યું છે.

આમ આદમી પાર્ટીના નેતા કૈલાશ ભાઈએ વધુમા જણાવ્યું કે ગૃહમંત્રીનો વિસ્તાર છે, ભાજપના પ્રમુખ રહેતા હોય ત્યારે આવા ગુંડાઓ દારૂ પીવે પાઈપો અને લાકડીઓ લઈને ફરતા હોય બજારમાં ત્યારે સિસ્ટમ સામે સવાલ થવો વ્યાજબી છે. કૈલાશે વધુમાં જણાવ્યું કે આ ઘટના પછી ગૃહમંત્રી હર્ષસંઘવીએ રાજીનામું આપી દેવું જોઈએ અને સત્તા છોડી દેવી જોઈએ.

ADVERTISEMENT

ગુજરાતમાંથી ભાજપ જઈ રહી છે- કૈલાશ
આમ આદમી પાર્ટીના નેતાઓ પર જેવી રીતે હુમલાઓ થઈ રહ્યા છે એના પર કૈલાશભાઈએ આકરુ વલણ અપનાવ્યું છે. તેમણે જણાવ્યું છે કે હવે ગુજરાતમાંથી ભાજપની સરકાર જઈ રહી છે. જેથી તેઓ આવું હિંસક વલણ દાખવી રહ્યા છે.

ADVERTISEMENT

With Input- ગૌતમ જોશી

    follow whatsapp

    ADVERTISEMENT