‘ભાજપના લોકો ગુજરાતમાં દારૂનો ધંધો કરે છે’, મનીષ સિસોદિયાએ લગાવ્યો મોટો આરોપ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિપિન પ્રજાપતિ/પાટણ: દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodiya) 6 દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પરિવર્તન યાત્રા કાઢી રહ્યા છે. ત્યારે આજે તેમનો પરિવર્તન યાત્રાનો રથ પાટણ જિલ્લામાં પહોંચ્યો હતો. જ્યાં તેમણે ભાજપ પર આક્ષેપ કર્યો છે કે તેમના લોકો ગેરકાયદેસર રીતે ગુજરાતમાં દારૂનો ધંધો કરે છે.

આ વખતની ચૂંટણીમાં મુખ્ય મુદ્દો શું છે?
પાટણમાં રેલી દરમિયાન મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, ભાજપના લોકો 27 વર્ષથી સત્તામાં છે. રેલીમાં આવી રહેલા લોકો સંદેશ આપી રહ્યા છે કે હવે પરિવર્તન જોઈએ. આ વખતની ચૂંટણીમાં ગુજરાતમાં સૌથી મોટો મુદ્દો શિક્ષા છે. ભાજપ સરકારે સરકારી સ્કૂલ બંધ કરી દીધી. સરકારી હોસ્પિટલ બરબાદ કરી દીધી. તેમનાથી એક સરકારી પરીક્ષા લેવાતી નથી. બધા પેપર ફૂટી જાય છે. યુવાનો દુઃખી છે. વીજળીના બિલથી લોકો દુઃખી છે. આ બધુ કામ અમે પંજાબ અને દિલ્હીમાં કરીને બતાવ્યું. હવે ગુજરાતનો વારો છે. લોકો રાહ જોઈ રહ્યા છે કે ડિસેમ્બર મહિનો આવે અને અરવિંદ કેજરીવાલને તક આપે.

‘ભાજપના લોકો ગુજરાતમાં દારૂનો ધંધો કરે છે’
ગઈકાલે AAPના એક ઉમેદવારે દારૂ પીવા મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેના પર પ્રતિક્રિયા આપતા મનીષ સિસોદિયાએ કહ્યું કે, તેના પર આમ આદમી પાર્ટીનો વિચાર ખૂબ જ સ્પષ્ટ છે કે, ગુજરાતમાં જે રીતે દારૂ બંધીની પરંપરા લાગુ છે તે ખૂબ સારી છે. ભાજપના લોકોએ ગંદી હરકત કરી છે. અહીં તેમના લોકો ગેરકાયદેસર દારૂનો ધંધો કરે છે, ભાજપના લોકો જે ગેરકાયદેસર દારૂનો ધંધો કરે છે તેને પણ બંધ કરાવવામાં આવશે.

ADVERTISEMENT

6 દિવસમાં 15 બેઠકો પર મનીષ સિસોદિયાની યાત્રા
નોંધનીય છે કે, મનીષ સિસોદિયા 6 દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓમાં 15 જેટલી બેઠકો પર ફરીને ‘બસ, હવે પરિવર્તન જોઈએ’ યાત્રા નીકાળી રહ્યા છે. જે અંતર્ગત ગઈકાલે તેઓ મહેસાણા જિલ્લાની મુલાકાતે હતા. જ્યાં તેમણે રોડ-શો કર્યો હતો અને બાદમાં બે જનસભાને પણ સંબોધી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT