મોરબી દુર્ઘટનાના પીડિતોને લઈ AAP એ કરી મોટી જાહેરાત, કાનૂની લડત માટે કરશે આ કામ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવાના ભણકારા વાગી રહ્યા છે.આ વચ્ચે મોરબી દુર્ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યો છે.ત્યારે આ ઘટનાથી પ્રભાવિત લોકોને કાનૂની સહાય આપવા આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે. આમ આદમી પાર્ટીએ આજે લીગલ સેલની મિટિંગ બોલાવી હતી જેમાં નિર્ણય કરવામાં આવ્યો કે, દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકોને વિનામૂલ્યે કાનૂની સહાય આપવામાં આવશે.

આમ આદમી પાર્ટી ગુજરાત લીગલ સેલની આજે મિટિંગ મળી હતી. જેમાં લીગલ સેલના અધ્યક્ષ પ્રણવ ઠક્કર દ્વારા મોરબીની પૂલ દુર્ઘટનાના પીડિતો તથા મૃતકોના પરિજનો માટે ઘણા ઠરાવ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.આમ આદમી પાર્ટી લીગલ સેલના દરેક સભ્યોએ મોરબીમાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

હત્યાનો કેસ દાખલ કરવા કરવામાં આવી અપીલ
આમ આદમી પાર્ટી લીગલ સેલ મોરબીની ઘટનાથી પ્રભાવિત દરેક વ્યક્તિને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં વિનામૂલ્યે કાનૂની સહાય પૂરી પાડશે. આ ઉપરાંત સરકાર પાસે પણ માંગણી મૂકશે કે જે ખરેખર આ ઘટનાના ગુનેગાર છે એ લોકોની અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ તમામ સામે હત્યાનો કેસ ચલાવવામાં આવે.

ADVERTISEMENT

હાઇકોર્ટમાં લડત આપવાની તૈયારી
આમ આદમી પાર્ટી લીગલ સેલની માંગણી કરી છે કે, દરેક મૃત્યુ પામનારને દસ – દસ લાખ રૂપિયા અને દરેક ઈજાગ્રસ્તને પાંચ – પાંચ લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે અને વધુમાં પ્રશાસન દ્વારા કોઈ કાયદાકીય ઇરાદાપૂર્વક ખામી રાખી કે ભ્રષ્ટાચાર કરી કોઈને પણ બચાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો તેને આમ આદમી પાર્ટી લીગલ સેલ કાયદાકીય રીતે પડકાર આપશે અને જ્યાં જરૂર પડે અરજી કરશે કે નીચલી કોર્ટ કે હાઈકોર્ટમાં પણ આ બાબતે લડત આપશે.

    follow whatsapp

    ADVERTISEMENT