AAP ના નેતાનો ભાજપને સવાલ, 6000 સરકારી શાળાઓ કેમ બંધ કરી?
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ છેલ્લી ઘડીનો જંગ માનવામાં આવે છે. આ દરમિયાન ગુજરાતની ચૂંટણીને લઈ દરેક પક્ષે કેન્દ્રની ફોજ ગુજરાત ઉતારી છે. જેમાં આમ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ છેલ્લી ઘડીનો જંગ માનવામાં આવે છે. આ દરમિયાન ગુજરાતની ચૂંટણીને લઈ દરેક પક્ષે કેન્દ્રની ફોજ ગુજરાત ઉતારી છે. જેમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ ગુજરાતના પ્રવાસે છે. તેમણે શિક્ષણને લઈ ભાજપને સવાલો કર્યા છે અને કહ્યું કે ભાજપને પૂછવા માગું છું કે, મને એ જણાવો કે તમે 6000 સરકારી શાળાઓ કેમ બંધ કરી?
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, હું ભાજપને પૂછવા માંગુ છું કે મને એ જણાવો કે તમે 6000 સરકારી શાળાઓ કેમ બંધ કરી? જણાવો કે સરકારી શાળાઓને પ્રાઇવેટ શાળાઓના હાથોમાં કેમ આપી દીધી? ગુજરાતના બાળકોને સારું શિક્ષણ કેવી રીતે મળશે? ગુજરાતનો યુવાન ભાજપને પૂછે છે કે 22 વખત પેપર લીક કરીને અમારી પીઠમાં છરો કેમ માર્યો? આજે ગુજરાતનો યુવાન ભાજપ કોંગ્રેસની જમાનત જપ્ત કરવા માટે તૈયાર છે. ગુજરાતમાં દલાલી અને ભ્રષ્ટાચાર કરીને પેપરો લીક કરવામાં આવે છે. ગુજરાતના યુવાનો મહેનત કરે છે, દિવસ-રાત મહેનત કરે છે, પરંતુ તેમને નોકરી મળતી નથી. જ્યારે બીજી તરફ અમિત શાહનો દીકરો BCCIનો સેક્રેટરી બનીને કરોડો કમાવવાનું કામ કરે છે. ગુજરાતનો યુવાન ઘરે-ઘરે ઠોકર ખાઈ રહ્યા છે અને અમિત શાહનો દીકરો કરોડો કમાઈ રહ્યો છે. ગુજરાતની જનતા આ વખતે આનો હિસાબ માંગશે.
સાંજેસિંહે કહ્યું કે, આજે દેશમાં ગેરંટીનું એક જ નામ છે અને તે છે અરવિંદ કેજરીવાલ. ગુજરાતના લોકો અરવિંદ કેજરીવાલને ગેરંટી મેન કહે છે અને ભાજપવાળાને જુમલા મેન કહે છે. અમે જુમલા નથી આપતા, અમે જૂઠું બોલતા નથી, અમે ગેરંટી આપીએ છીએ અને જે કહીએ છીએ તે કરીને બતાવીએ છીએ.કોરોનાના સમયગાળા દરમિયાન આપણે જોયું કે ગુજરાતમાં સ્વાસ્થ્ય વ્યવસ્થાની હાલત ખરાબ હતી. એટલી ખરાબ હતી કે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી હતી. આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતમાં દરેક ગામ અને શહેરમાં મોહલ્લા ક્લિનિક બનાવવામાં આવશે અને સમગ્ર ગુજરાતની તમામ સ્વાસ્થ્ય વ્યવસ્થાને સુધારવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT