ચૂંટણી છે ભાઈ! કોંગ્રેસમાંથી AAPમાં આવનારા નેતા ટિકિટ ન મળતા ત્રીજી પાર્ટીમાં જોડાઈ ઉમેદવારી ફોર્મ ભર્યું
ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રોજે રોજ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. ટિકિટ ન મળતા નારાજ નેતાઓ પાર્ટી જ છોડી રહ્યા છે અને કોઈ અપક્ષ…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રોજે રોજ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. ટિકિટ ન મળતા નારાજ નેતાઓ પાર્ટી જ છોડી રહ્યા છે અને કોઈ અપક્ષ તો કોઈ અન્ય પાર્ટીમાંથી દાવેદારી નોંધાવી રહ્યા છે. ત્યારે AAPમાં જ બીજા તબક્કાના ફોર્મ ભરવાના દિવસે ફરી ભડકો થયો હતો. ટિકિટ ન મળતા નારાજ સ્ટેટ જોઈન્ટ સેક્રેટરીએ પાર્ટીમાંથી તમામ પદેથી રાજીનામું આપી દીધું છે અને સમાજવાદી પાર્ટીમાં જોડાઈને તેમાંથી ઉમેદવારી નોંધાવી દીધી છે.
AAPના નેતાએ સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી
ગાંધીનગરમાં કોંગ્રેસ જિલ્લાના પૂર્વ પ્રમુખ સૂર્યસિંહ ડાભી પાર્ટી છોડીને પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. AAPમાં તેમને પક્ષ દ્વારા સ્ટેટ જોઈન્ટ સેક્રેટરીનું પદ આપવામાં આવ્યું હતું. જોકે ગાંધીનગરથી ટિકિટ ન અપાતા નારાજ થઈને તેમણે પોતાના હોદ્દા તથા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે. અને રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં જ સમાજવાદી પાર્ટીમાં જોડાઈને ગાંધીનગર ઉત્તર બેઠક પરથી દાવેદારી નોંધાવી છે.
ADVERTISEMENT
ટિકિટ ન મળતા રાજપૂત સમાજમાં આક્રોશ
ટિકિટ ન મળતા નારાજ સૂર્યસિંહે ડાભીએ ગોપાલ ઈટાલિયાને પત્ર લખ્યો છે. જેમાં લખ્યું છે કે, AAPએ ગાંધીનગર જિલ્લામાં પાંચ બેઠકો પૈકી એકપણ બેઠક પર રાજપૂત સમાજને ટિકિટ આપી નથી. જેથી સમગ્ર રાજપૂત સમાજમાં ખૂબ જ આક્રોશ પેદા થયો છે. જેથી હું આમ આદમી પાર્ટીના સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી પદેથી તેમજ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું.
ADVERTISEMENT