VIDEO: દ્વારકામાં ફેરી બોટમાં ઘેટા-બકરાં જેમ ખીચોખીચ લોકોને બસાડાય છે, AAP નેતાએ ઉઠાવ્યા સવાલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: મોરબીમાં ગઈકાલે રવિવારે કરુણ ઘટના સર્જાઈ હતી, જેમાં ઝુલતા બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ જતા વચ્ચેથી બ્રિજ તૂટી જતા 400 જેટલા લોકો નદીમાં ખાબક્યા હતા. ત્યારે મોરબી જેવી વધુ એક મોટી દુર્ઘટના રાહ જોઈ રહી હોય તેવી મોટી બેદરકારી સામે આવી છે. AAP નેતા મનોજ સોરઠિયાએ એક વીડિયોએ ટ્વિટ કર્યો છે.

ફેરી બોટમાં ક્ષમતાથી વધુ લોકો બેસાડાય છે
હકીકતમાં હાલ મોરબીની ઘટના બાદ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ફેરી બોટમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભર્યા હોવાનું દેખાઈ રહ્યું છે. વીડિયોમાં આ ફેરી બોટની 60થી 80 લોકોની ક્ષમતા સામે તેમાં ખીચોખીચ 250 જેટલા લોકોને બેસાડવામાં આવ્યા હોવાનું દેખાઈ રહ્યું છે. આ સાથે નિયમોનુસારના લાઇફ જેકેટ કે અન્ય કોઈ સુરક્ષાના સાધનો પણ નહી હોવાનું પણ સામે આવતા ચકચાર મચી ગઈ છે.

AAP નેતા મનોજ સોરઠિયાએ ઉઠાવ્યા સવાલ
જેને લઈને AAP નેતા મનોજ સોરઠિયાએ ટ્વીટ કર્યું છે કે, વધુ એક દુર્ઘટના રાહ જોઈ રહી છે. ગુજરાતમાં દ્વારકાથી બેટ દ્વારકા જતી બોટ પર સુરક્ષા વિના જ બોટની ક્ષમતાથી વધુ લોકોને ભરવામાં આવી રહ્યા છે. સરકારનું કોઈ નિયંત્રણ નથી.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

મોરબીના ઝુલતા બ્રિજ પર કેપેસિટીથી વધુ લોકો ભેગા થયા હતા
નોંધનીય છે કે મોરબીના ઝુલતા બ્રિજ પર 100 લોકોની કેપેસિટી હતી, પરંતુ તેની સામે એક જ સમયે 400થી વધુ લોકો બ્રિજ પર પહોંચી ગયા હતા. એવામાં વજન વધી જતા અચાનક બ્રિજ નીચે ખાબક્યો હતો અને તેમાં રહેલા લોકો પણ નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનાથી 141 જેટલા લોકોના મોત નિપજ્યા છે, જ્યારે હજુ પણ કેટલાય લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે દ્વારકામાં બોટ પરની આ સ્થિતિ વધુ એક મોટી દુર્ઘટનાને આમંત્રણ નોતરી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT