AAP દારૂડિયાઓની પાર્ટી છે, PM મોદીના માતાનાં અપમાનનો જનતા બદલો લેશે- સ્મૃતિ ઈરાની

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને સુરત પહોંચેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. ઈરાનીએ કેજરીવાલને રેવડીવાલ કહ્યા હતા. આની સાથે AAPના ગુંડાઓએ નરેન્દ્ર મોદીના માતાને અપશબ્દો બોલ્યા હોવાનો બદલો જનતા લેશે એવો સંદેશ પણ આપ્યો હતો. આની સાથે સ્મૃતિ ઈરાની કોંગ્રેસને ઢોંગી અને આમ આદમી પાર્ટીને દારૂડિયાઓની પાર્ટી કહી હતી.

AAPએ ગુજરાતના શિક્ષણની મજાક ઉડાવી- સ્મૃતિ
મહિલા સંમેલનને સંબોધતા ઈરાનીએ કહ્યું કે, આમ આદમી પાર્ટીએ વારંવાર ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની મજાક ઉડાવી છે. પરંતુ, અરવિંદ કેજરીવાલે છેલ્લા એક વર્ષથી તેમની વિધાનસભામાં એક પણ શાળા ખોલી નથી અને એક પણ દિવસ માટે તેમના મતવિસ્તારમાં ગયા નથી. અહીં આવીને કેજરીવાલ ધતિંગ કરી રહ્યા છે.

દારૂના કૌભાંડમાં કેટલો ભ્રષ્ટાચાર થયો- સ્મૃતિ
આમ આદમી પાર્ટી પર નિશાન સાધતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે જનાતએ આવા નેતાઓ આવો ત્યારે પૂછવું જ જોઈએ કે દારૂના કૌભાંડમાં કેટલા રૂપિયા લેવામાં આવ્યા છે કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે?

ADVERTISEMENT

સત્યેન્દ્ર જૈન મુદ્દે કેજરીવાલને ઝાટક્યા
સ્મૃતિ ઈરાનીએ સત્યેન્દ્ર જૈન મુદ્દે કેજરીવાલની ઝાટકતા કહ્યું કે હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે કેજરીવાલે જમીન કૌભાંડમાં સામેલ મંત્રી સત્યેન્દ્ર જૈન વિશે કહ્યું કે તેઓ નિર્દોષ છે. જેલમાં બળાત્કારી પાસેથી સેવા લેનારા આ મંત્રી કેટલા નિર્દોષ છે?

With Input: સંજયસિંહ રાઠોડ

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT