AAPમાં પણ સામે આવ્યો આંતરિક વિવાદ, જાણો કેજરીવાલ પરત ફર્યા અને પાર્ટીમાં કેમ થયો હોબાળો!
અમદાવાદઃ ગુજરાતના ગઢ જીતવા માટે અરવિંદ કેજરીવાલ અત્યારે પંજાબ અને દિલ્હીની રણનીતિ મેદાનમાં ઉતારી રહ્યા છે. આ દરમિયાન તેઓ વિવિધ ગેરન્ટીઓ પણ આપી રહ્યા છે…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતના ગઢ જીતવા માટે અરવિંદ કેજરીવાલ અત્યારે પંજાબ અને દિલ્હીની રણનીતિ મેદાનમાં ઉતારી રહ્યા છે. આ દરમિયાન તેઓ વિવિધ ગેરન્ટીઓ પણ આપી રહ્યા છે અને આની સાથે કેજરીવાલના ગુજરાત પ્રવાસની પણ સારી અસર જોવા મળી રહી છે. જોકે આ દરમિયાન AAPને એક પછી એક ફટકાઓ પણ પડી રહ્યા છે. થોડા દિવસ પહેલા જેવી રીતે BTP સાથે જોડાણમાં ભંગાણ પડ્યું હતું. તો હવે અમદાવાદના પાર્ટી ઉપાધ્યક્ષે રાજીનામું ધરી દેતા મુદ્દો ગરમાયો છે.
AAPના ઉપાધ્યક્ષે કર્યા ગંભીર આક્ષેપો
નોંધનીય છે કે આમ આદમી પાર્ટીમાંથી અમદાવાદના ઉપાધ્યક્ષ શાકીર મિયાંએ રાજીનામું આપી દીધું હતું. જોકે આ દરમિયાન તેમણે ગંભીર આરોપ લગાવતા ચર્ચાનો મુદ્દો બની ગયો છે. વધુમાં શાકીર ભાઈએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીમાં પૈસાથી સધ્ધર નેતાઓને ટિકિટ અપાઈ રહી છે. આ દરમિયાન ઘણા એવા નેતાઓ છે કે તે વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે છતા ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે.
AAPમાં કાર્યકર્તાઓને બાયપાસ કરી દેવાય છે- શાકીર
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ શાકીરે જણાવ્યું કે અહીં પૈસાદાર નેતાઓને જ ટિકિટ આપવામાં આવે છે. વળી અત્યારે AAP પોતાના મુદ્દાઓથી ભટકી રહી છે. અહીં કાર્યકર્તાઓને બાયપાસ કરીને નવા નિયુક્તિ પામેલા નેતાને જ ટિકિટ આપી દેવાય છે. હજુ પણ તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીમાં મોટાભાગના નેતાઓ આવા વલણથી નારાજ છે. જેના પરિણામે આગામી સમયમાં મોટાપાયે રાજીનામા સામે આવી શકે છે. અત્યારે આમ આદમી પાર્ટીને અમદાવાદમાં તો એકપણ સીટ નહીં મળે પરંતુ ગુજરાતમાં સરકાર બનાવવી પણ તેમના માટે ઘણી મુશ્કેલ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT