AAP એ કર્યું મહામંથન: ગુજરાતના નેતૃત્વમાં કર્યું પરિવર્તન, ઇટાલીયાના સ્થાને આ દિગ્ગજ નેતાની નિમણુંક
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પૂરી તાકાત લગાવી દીધી હતી.પરંતુ ગુજરાતમાં કેજરીવાલનો જાદુ ચાલ્યો ન હતો. ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીએ અનેક ગેરેન્ટી…
ADVERTISEMENT

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પૂરી તાકાત લગાવી દીધી હતી.પરંતુ ગુજરાતમાં કેજરીવાલનો જાદુ ચાલ્યો ન હતો. ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીએ અનેક ગેરેન્ટી આપી પરંતુ ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને 182 બેઠકો માંથી ફક્ત 5 બેઠકો પર જ નેતૃત્વ કરવાનો મોકો આપ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતના સંસંગઠનમાં મહત્વના ફેરફાર કર્યા છે. ગોપાલ ઇટાલીયાની જગ્યા એ ઇસુદાન ગઢવીને સ્થાન આપવામાં આવ્યું છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પદ પર ગોપલ ઇટાલીયાના સ્થાને ઇસુદાન ગઢવીને સ્થાન આપવામાં આવ્યું છે. ગોપલ ઇટાલીયાને નેશનલ જોઇન્ટ સેક્રેટરી તથા મહારાસ્ટ્રના સહ પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ ઝોન મુજબ સ્ટેટ વર્કિંગ પ્રેસિડેન્ટની નિમણૂક કરી છે.
રાજ્યના કાર્યકારી પ્રમુખ
રાજ્ય કાર્યકારી પ્રમુખ (સુરત ઝોન)
અલ્પેશ કથીરિયા
ADVERTISEMENT
રાજ્ય કાર્યકારી પ્રમુખ (દક્ષિણ ગુજરાત ઝોન)
ચૈતર વસાવા
રાજ્ય કાર્યકારી પ્રમુખ (ઉત્તર ગુજરાત ઝોન)
ડો.રમેશ પટેલ
ADVERTISEMENT
રાજ્ય કાર્યકારી પ્રમુખ (સૌરાષ્ટ્ર ઝોન)
જગમાલ વાલા
ADVERTISEMENT
રાજ્ય કાર્યકારી પ્રમુખ (મધ્ય ગુજરાત ઝોન)
જ્વેલ વસરા
રાજ્ય કાર્યકારી પ્રમુખ (કચ્છ ઝોન)
કૈલાશ ગઢવી
આમ આદમી પાર્ટીના આ ઉમેવદવારોનો વિજય થયો
વીસાવદર સીટ પરથી ભૂપેન્દ્ર ભાયાણી ચૂંટણી જીત્યા
ગારિયાધાર બેઠક પરથી સુધીર વાઘાણી ચૂંટણી જીત્યા
જામજોધપુર બેઠક પરથી હેમંત આહીર ચૂંટણી જીત્યા
બોટાદ બેઠક પરથી ઉમેશ મકવાણા ચૂંટણી જીત્યા
ડેડીયા પાડા બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી જીત્યા
ADVERTISEMENT