AAPએ મિશન 2027ની તૈયારી શરૂ કરી! ઈસુદાને BJPની હાર સહિત એક્ઝિટ પોલ પર કર્યો ઘટસ્ફોટ…
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં બંને તબક્કાનું પૂર્ણ થઈ ગયું છે. ત્યારે હવે 8 ડિસેમ્બરે મત ગણતરી પહેલા એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવી રહ્યા છે. વિવિધ…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં બંને તબક્કાનું પૂર્ણ થઈ ગયું છે. ત્યારે હવે 8 ડિસેમ્બરે મત ગણતરી પહેલા એક્ઝિટ પોલના આંકડાઓ સામે આવી રહ્યા છે. વિવિધ મીડિયા હાઉસના આંકડા પર નજર કરીએ તો આમ આદમી પાર્ટીને ધાર્યા જેટલી બેઠકો નહીં મળે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. ત્યારે ઈસુદાન ગઢવીએ વિવિધ મીડિયા દ્વારા બહાર પડાયેલા એક્ઝિટ પોલ અંતર્ગત મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે આ સમયે આમ આદમી પાર્ટીના ભવિષ્ય અને ભાજપની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરી હતી. ચલો તેમના નિવેદન પર વિગતવાર નજર કરીએ…
હું દ્રઢતા પૂર્વક કહું છું સરકાર તો અમારી જ બનશે – ઈસુદાન
આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ઈસુદાન ગઢવીએ મીડિયા સાથેની વાતચીતમાં મોટો ધડાકો કર્યો છે. તેમણે દાવો કરતા કહ્યું છે કે આ વખતે સરકાર તો આમ આદમી પાર્ટીની જ બનવા જઈ રહી છે. ભાજપની સરકાર નહીં બને એવું પણ તેમણે જણાવ્યું હતું. નોંધનીય છે કે અત્યારે એક્ઝિટ પોલના આંકડામાં ભાજપ પૂર્ણ બહુમતથી સરકાર બનાવશે તેવું જણાવી રહ્યા છે.
એક્ઝિટ પોલ અંગે ઈસુદાને કહ્યું…
અત્યારે વિવિધ મીડિયા દ્વારા એક્ઝિટ પોલ બહાર પાડવામાં આવ્યા છે. તેવામાં મોટાભાગનાં એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બનતી હોવાનું જાણવા મળી રહ્યું છે. નોંધનીય છે કે આ અંગે ઈસુદાન ગઢવીએ કહ્યું કે ઘણીવાર આવા એક્ઝિટ પોલ ખોટા હોઈ શકે છે. વિવિધ સર્વે એજન્સીઓના સેમ્પલ સાઈઝ ઓછા હોય છે તેથી ખોટા પડવાની સંભાવના જોવા મળી શકે છે.
ADVERTISEMENT
પહેલા તબક્કામાં AAPને આટલી બેઠકો મળશે..
ઈસુદાન ગઢવીએ કહ્યું અમે મોટા વિસ્તારનો સર્વે કરાવ્યો છે. એના આધારે પહેલા ફેઝમાં અમારે 30થી વધુ બેઠકો આવી રહી છે. અમે જો ઓછી બહુમતીથી જીત્યા અથવા વધુ બહુમતીથી જીત્યા તો પણ કામ પર લાગી જઈશું. અત્યારે અમે 2027ની તૈયારી પર તો લાગી ગયા છીએ.
ADVERTISEMENT