AAP ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાની થશે ધરપકડ? જાણો શું કહ્યું કેજરીવાલે
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં દિગ્ગજ નેતાઓના પ્રવાસો શરૂ થઈ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં દિગ્ગજ નેતાઓના પ્રવાસો શરૂ થઈ ચૂક્યા છે. ગુજરાતમાં રાજકીય પ્રવાસો સાથે ટ્વિટર યુદ્ધ પણ શરૂ થઈ ચૂક્યું છે. અરવિંદ કેજરીવાલ અને ભાજપના પ્રવક્તા વચ્ચે ટ્વિટર યુદ્ધમાં કેજરીવાલે ટ્વિટ કરી રાઘવ ચઢ્ઢાની પણ ધરપકડ અંગે આશંકા વ્યક્ત કરી છે.
ગુજરાતમાં વિધાનસભ્યની ચૂંટણી નજીક આવી રહી છે તેમ નેતાઓ સભા અને રેલીનું આયોજન કરવા લાગ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ટ્વિટર યુદ્ધ પણ જામ્યું છે. આજે અરવિંદ કેજરીવાલે ગુજરાત આમ આદમી પાર્ટીના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાની ધરપકડ થશે તેવી આશંકા વ્યક્ત કરતાં કહ્યું કે, રાઘવ ચઢ્ઢાએ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે જવાનું શરૂ કર્યું છે, હવે આ લોકો રાઘવ ચઢ્ઢાની પણ ધરપકડ કરશે.
જાણો શું કહ્યું ટ્વિટમાં
જ્યારથી રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમણે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે જવાનું શરૂ કર્યું છે, હવે અમે સાંભળીએ છીએ કે આ લોકો રાઘવ ચઢ્ઢાની પણ ધરપકડ કરશે. કયા કેસમાં તેઓ કરશે અને શું આરોપો લાગશે, આ લોકો અત્યારે આ તૈયાર કરી રહ્યા છે.
ADVERTISEMENT
जब से राघव चड्ढा को गुजरात का सह प्रभारी नियुक्त किया है और उन्होंने गुजरात में चुनाव प्रचार के लिए जाना चालू किया है, अब सुन रहे हैं कि राघव चड्ढा को भी ये लोग गिरफ़्तार करेंगे। किस केस में करेंगे और क्या आरोप होंगे, ये अभी ये लोग बना रहे हैं
— Arvind Kejriwal (@ArvindKejriwal) September 30, 2022
ADVERTISEMENT
ઇસુદાન ગઢવીએ કર્યા ભાજપ પર પ્રહાર
ગજબ! તેનો અર્થ એ કે તે સ્પષ્ટ છે! બીજેપી ગુજરાતમાથી જઈ રહી છે. તેનો ગ્રાઉન્ડ રિપોર્ટ દિલ્હીમાં મોટા સાહેબ સુધી પહોંચી ગયો છે! ગુજરાતમાં બાળકોને સારું શિક્ષણ મળે, ફ્રીમાં આરોગ્ય સુવિધા મળે, ખેડૂતોને પૂરતો ભાવ મળે અને બેરોજગારોને પેપર લીક થયા વગર નોકરી મળે,તો આમને થોડી જેલ મળે તો ગભરાશો નહીં.
ADVERTISEMENT
ग़ज़ब ! इसका मतलब साफ़ है की ! गुजरात में भाजपा जा रही है उसका ground रिपोर्ट दिल्ली में बड़े साहब को पहुँच गया है! गुजरात में बचों को अछी शिक्षा मिले,स्वास्थ्य फ़्री में मिले,किसानो को दाम मिले और बेरोज़गारों को पपेर लीक हुए बिना नौकरी मिले उसके लिए थोड़ी ज़ैल मिले तो डरना मत ! https://t.co/1xB1Cu5OaH
— Isudan Gadhvi (@isudan_gadhvi) September 30, 2022
ગુજરાતમાં આ વખતે બદલાવ આવશે: ગોપાલ ઇટલીયા
આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવથી ભ્રષ્ટ ભાજપને એટલો ડર લાગ્યો છે કે હવે બદલાની રાજનીતિ કરી રહ્યું છે. દેશમાં એકબાજુ શિક્ષણ, સ્કૂલ, હોસ્પિટલ, મહોલ્લા ક્લિનિકની રાજનીતિ છે તો બીજી બાજુ ભ્રષ્ટ ભાજપવાળા ED CBI IB ITની ગંદી રાજનીતિ કરી રહ્યા છે. ગુજરાતમાં આ વખતે બદલાવ આવશે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવથી ભ્રષ્ટ ભાજપને એટલો ડર લાગ્યો છે કે હવે બદલાની રાજનીતિ કરી રહ્યું છે.
દેશમાં એકબાજુ શિક્ષણ, સ્કૂલ, હોસ્પિટલ, મહોલ્લા ક્લિનિકની રાજનીતિ છે તો બીજી બાજુ ભ્રષ્ટ ભાજપવાળા ED CBI IB ITની ગંદી રાજનીતિ કરી રહ્યા છે.
ગુજરાતમાં આ વખતે બદલાવ આવશે. https://t.co/TI2M35ER4E
— Gopal Italia (@Gopal_Italia) September 30, 2022
ADVERTISEMENT