ભાજપની સામે પડી કારકિર્દી બનાવનારા પરંતુ કોંગ્રેસથી કંટાળેલા નેતાઓ માટે AAP બન્યું ઓપ્શન

ADVERTISEMENT

aap congress
aap congress
social share
google news

નિકેત સંઘાણી, અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં નેતાઓ પક્ષપલટો કરવા માટે તત્પર બન્યા છે. પક્ષનો આંતરિક વિખવાદ અને નીતિ પર નિશાન સાધી નેતાઓ પોતાના પક્ષને અલવિદા કહીદે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસના નેતાઓ પક્ષ પલટા માટે આમ આદમી પાર્ટીમાં વધુ તક જોઈ રહ્યા હોઇ તેમ લાગી રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ માટે પક્ષપલટો કરવા માટે ભાજપ સિવાય વધુ એક ઓપ્શન મેળવી લીધો છે. હવે આમ આદમી પાર્ટી તરફ પ્રવાહ વળવા લાગ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટાની સિઝન શરૂ થઈ ચૂકી છે. ભાજપ બાદ આમ આદમી પાર્ટીએ તોડજોડની રાજનીતિ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસના નેતાઓ જોડાઈ રહ્યા છે. સી વોટરના ફાઉન્ડર યશવંત દેશમુખના ટ્વિટ મુજબ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન 100 સમર્થકો માંથી 75 સમર્થકો કોંગ્રેસના જોડાઈ રહ્યા છે. જ્યારે 25 ભાજપના સમર્થકો જોડાઈ રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કોંગ્રેસના નેતાને વિધાનસભાની ટિકિટ પણ આપવામા આવી રહી છે.

આપ ઓપ્શન તરીકે ઉભર્યો?
વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીની સરકાર બનશે તેવો દાવો કર્યો છે ત્યારે ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સતત રાજકીય ભૂકંપ સર્જાઇ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસને 2017ની ચૂંટણીમાં 77 બેઠક મળી હતી 2022 આવતા આવતા 62 બેઠક પર કોંગ્રેસ આવી ગઈ છે. જોકે ધારાસભ્યો મોટા ભાગના ભાજપમાં ભળી અને પેટાચૂંટણીમાં ભાજપ તરફથી વિજયી બન્યા છે. પરંતુ હવે પક્ષ પલટા માટે હવે કોંગ્રેસના નેતાઓ આપ પસંદ કરી રહ્યા છે તેમ લાગી રહ્યું છે. પક્ષ પલટા માટે આપ ઓપ્શન તરીકે ઉભર્યું

ADVERTISEMENT

કોંગ્રેસના આ નેતાઓ જોડાયા આપમાં 

  • ઇન્દ્રનીલ રાજ્યગુરુ
  • કૈલાશ ગઢવી
  • વશરામ સાગઠિયા
  • ઓમ પ્રકાશ તિવારી
  • નિતાબેન મહેતા
  • ચેતન રાવલ
  • સુર્યસિંહ ડાભી
  • લાલેશ ઠક્કર
  • કલ્પેશ પટેલ

પક્ષપલટો કરનાર આ નેતાને આપવામાં આવી ટિકિટ

ADVERTISEMENT

  • ઓમપ્રકાશ તિવારી : અમદાવાદ નરોડા
  • કલ્પેશ પટેલ- વેજલપુર
  • કૈલાશ ગઢવી- માંડવી
  • લાલેશ ઠક્કર – પાટણ
  • વશરામ સાગઠિયા: રાજકોટ

    follow whatsapp

    ADVERTISEMENT