AAP દ્વારા ચૂંટણી પ્રચાર માટે ‘ગેરન્ટીના ગરબા’ લોન્ચ કરાયા, રાકેશ હીરપાર ફરીથી ચર્ચામાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતના ગઢને વિધાનસભા ચૂંટણીમાં જીતવા માટે આમ આદમી પાર્ટી એક્શનમાં આવી ગઈ છે. તે અવનવી રીતે ગુજરાતની જનતાને આકર્ષવા માટે પહેલ શરૂ કરી રહ્યા છે. તેવામાં રાકેશ હિરપરાએ ગરબાના અંદાજમાં ગીત ગાઈને ગેરન્ટીઓ વિશે જણાવ્યું હતું. જેમાં અરવિંદ કેજરીવાલ જ આવશે એવા શબ્દો સાથે ચૂંટણી પ્રચારનો ગરબો ગાયો હતો. આમાં શિક્ષણ, વીજળી અને રોજગારીના સંકલ્પના મુદ્દાઓ લઈને આમ આદમી પાર્ટીના નેતા રાકેશ હિરપરાએ ગરબો ગાયો હતો.

આવશે કેજરીવાલ…નવરાત્રી ઈફેક્ટ
ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ગુજરાતીઓ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ પણ નવરાત્રીની થીમ પર ચૂંટણી પ્રચાર કરવાનો નિર્ણય કર્યો છે. રાકેશ હિરપરાએ ગરબો ગાઈને સારા શિક્ષણ, મફત વીજળી, રોજગારી સંકલ્પ સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આ ગરબાના અંદાજમાં કેજરીવાલે જ આવશે અને તેની જ સરકાર બનશે એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત પ્રવાસે આવ્યા હતા ત્યારે ગરબામાં ભાગ લીધો હતો. તથા ભગવંત માન પણ સ્ટેજ પર ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા. આ વચ્ચે નવરાત્રીમાં ફરી એક વાર આમ આદમી પાર્ટી એક્શનમાં આવી ગઈ છે. જનતાના તહેવારોના મૂડને જોતા ગરબા સોન્ગ લોન્ચ કરાયું છે.

રાકેશ હિરપરાનો ચાળા કરતો વીડિયો વાઈરલ
સુરતમાં મહાનગર પાલિકાની એક મીટિંગ દરમિયાન ભાજપ અને આપ વચ્ચે ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન ભાજપ કાઉન્સિલરને ઉશ્કેરવા માટે રાકેશ હિરપરાનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં ભાજપના કાઉન્સિલરના ચાળા પાડતો વીડિયો સામે આવ્યો હતો. જે સોશિયલ મીડિયામાં ગણતરીના સમયગાળામાં વાઈરલ થઈ ગયો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT