દિલ્હી MCD ચૂંટણી: AAP MLAના સાળા પર ટિકિટ વેચવાનો આરોપ, 90 લાખમાં થઈ હતી ડીલ!
નવી દિલ્હી: દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં કથિત રૂપે ટિકિટ વેચવાના આરોપમાં AAPના ધારાસભ્યના સાળા સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એન્ટી કરપ્શન બ્યૂરોએ ત્રણેય…
ADVERTISEMENT
નવી દિલ્હી: દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં કથિત રૂપે ટિકિટ વેચવાના આરોપમાં AAPના ધારાસભ્યના સાળા સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. એન્ટી કરપ્શન બ્યૂરોએ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. કમળા નગર વોર્ડ નંબર 69 માટે કથિત રૂતે ટિકિટ વેચવાનો આરોપ લાગ્યો છે.
90 લાખમાં ટિકિટ વેચવાનો આરોપ
ACBએ કમળા નગર વોર્ડ માટે દિલ્હી નગર નિગમની ટિકિટ કથિત રૂપથી 90 લાખ રૂપિયામાં વેચવાનો આરોપ આપના ધારાસભ્ય અખિલેશ ત્રિપાઠીના એક સંબંધી સહિત 3 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોની ઓળખ AAPના ધારાસભ્ય અખિલેશ ત્રિપાઠીના સાળા ઓમ સિંહ અને પીએ શિવ શંકર પાંડે ઉર્ફે વિશાલ પાંડે અને પ્રિન્સ રઘુવંશીના રૂપમાં થઈ છે.
આ કલમ હેઠળ થઈ ધરપકડ
આરોપીઓની POC અધિનિયમની કલમ 7/13 અને IPCની કલમ 171(A) અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. ડીસીપી એસીબી મધુર વર્માએ કહ્યું કે, ફરિયાદકર્તા ગોપાલ ખારીની પત્ની શોભા ખારીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પાસેથી ટિકિટ માગી હતી. શોભાનો આરોપ છે કે, ધારાસભ્ય અખિલેશ ત્રિપાઠીએ ટિકિટ અપાવવા માટે 90 લાખ રૂપિયાની માગણી કરી હતી. તેમની પાસેથી 35 લાખ ત્રિપાઠી અને 20 લાખ રૂપિયા વજીરપુરના ધારાસભ્ય રાજેશ ગુપ્તાએ લાંચ સ્વરૂપે આપ્યા હતા.
ADVERTISEMENT
ફરિયાદી મહિલાએ વીડિયો ACBને આપ્યા
શોભાએ આગળ જણાવ્યુ કે, બાકીના 35 લાખ મળ્યા બાદ ટિકિટ મળવાની હતી. પરંતુ જ્યારે લિસ્ટમાં નામ ન આવ્યું તો શોભાએ પૈસા પાછા આપવાની વાત કરી અને તેની ફરિયાદ એસીબીને કરી અને સાથે જ લાંચ આપતા સમયે રેકોર્ડ કરેલો વીડિયો પણ એસીબીને પૂરાવા તરીકે સોંપી દીધો. ફરિયાદ મળ્યા બાદ એસીબીએ આરોપીને પકડવા માટે પોતાના ઉચ્ચે અધિકારીઓની એક ટીમ બનાવી.
મનીષ સિસોદિયાએ શું જવાબ આપ્યો?
આ મામલે મનીષ સિસોદિયાએ કહ્યું કે, આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટીમાં ટિકિટ નથી વેચાતી. તે વ્યક્તિ ખોટી છે, જે ટિકિટ અપાવવાની વાત કરી રહ્યા છે. નગર નિગમની ચૂંટણી આમ આદમી પાર્ટી જીતી રહી છે. ઘણા બધા દાવેદાર હતા, જે ટિકિટ માગી રહ્યા હતા. ACB તપાસ કરી રહી છે અને સચ્ચાઈ સામે આવશે. આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.
ADVERTISEMENT
ADVERTISEMENT