યુવરાજસિંહ નહીં લડે ચૂંટણી, AAP એ દહેગામ બેઠક પર સુહાગ પંચાલને ઉતાર્યા મેદાને

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 12 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આમ આદમી પાર્ટીની આઠમી યાદીમાં યુવરાજસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી હતી. ત્યારે હવે યુવરાજસિંહના સ્થાને અન્ય ઉમેદવારના નામની જાહેરાત થતાં હાલ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.

યુવરાજસિંહની જગ્યાએ સુહાગ પંચાલને મેદાને ઉતાર્યા
AAP નેતા યુવરાજસિંહ જાડેજા વિધાનસભાની ચૂંટણી નહીં લડે. અગાઉ તેઓને દહેગામ બેઠક પરથી ઉમેદવાર જાહેર કરાયા હતા. હવે દહેગામ બેઠક પરથી સુહાગ પંચાલને મેદાને ઉતાર્યા છે. પરંતુ હવે યુવરાજસિંહ જાડેજાને સ્ટાર પ્રચારની જવાબદારી સોંપાઈ છે. ત્યારે આ મુદ્દે યુવરાજસિંહે નિવેદન આપતા કહ્યું કે, ‘પાર્ટીનો નિર્ણય સર્વોપરી.’

સ્ટાર પ્રચારક બનાવાયા
યુવરાજ સિંહની ટિકિટ પાછી ખેચી લેવામાં આવી હતી. યુવરાજ સિંહ જાડેજાએ કહ્યુ કે,અમે રાજનીતિ કરવા માટે નહી પણ રાજનીતિ બદલવા માટે આવ્યા છીએ. મને જે કાર્યભાર આપવામાં આવ્યો હતો, દહેગામની સીટ હતી ગુજરાતના તમામ યુવાઓના લોકચાહક છો યુવાઓના દિલના રાજા છો તો તમે ગુજરાતના તમામ યુવાઓને આમ આદમી પાર્ટીના વિચારો સુધી પહોચી શકાય. યુવા શક્તિ એકજૂથ કરી શકાય તે માટે સ્ટાર પ્રચારક તરીકે નિમણૂંક આપવામાં આવી છે. જે મને જવાબદારી પાર્ટીએ સોપી છે અને પાર્ટીનો નિર્ણય મારા માટે સર્વોપરિ છે. આ નિર્ણયનો સ્વીકાર કરૂ છુ. ગુજરાતના તમામ યુવાઓની વેદના છે વ્યથા છે તેને હંમેશા વાચા આપી છે. આવનાર દિવસોમાં યુવાઓના પ્રશ્નો છે, સરકાર સામેના પ્રશ્નો છે, સ્પર્ધાત્મક પરીક્ષાના હોય કે યુવાઓની રોજગારી, શિક્ષણના હોય તે સરકાર સામે નિશાન સાધતો રહીશ અને મને જે જવાબદારી સોપવામાં આવી છે તેને હું નિષ્ઠાપૂર્વક નીભાવીશ.

ADVERTISEMENT

12 મી યાદી યુવરાજસિંહ જાડેજાએ કરી જાહેર 

  • અંજાર- અર્જુન રબારી
  • ચાણસ્મા- વિષ્ણુભાઈ પટેલ
  • દહેગામ- સુહાગ પંચાલ
  • લીંબડી- મયુર સાકરિયા
  • ફતેપુરા- ગોવિંદ પરમાર
  • સયાજીગંજ- શ્વેતલ વ્યાસ
  • ઝઘડિયા- ઉર્મિલા ભગત

12મી યાદીમાં પણ ઇસુદાન અને ઇટાલીયાના નામનો ઉલ્લેખ નહીં
આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 12 ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. જેમાં અત્યાર સુધીમાં પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને મુખ્યમંત્રી ઉમેદવાર ઇસુદાન ગઢવીના નામની જાહેરાત કરવામાં આવી નથી. આમ આદમી પાર્ટીમાં જોડાયેલા પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાને વરાછા રોડ બેઠક પરથી ટિકિટ આપી હતી. જ્યારે ધાર્મિક માલવિયાને ઓલપાડ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT