AAPના ઉમેદવારે માતાના ઘૂંટણની સારવાર આયુષ્યમાન કાર્ડથી કરી, રેવડી મુદ્દે BJPના કાનાણીનો પલટવાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરતઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના મતદાનને ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે અત્યારે આ ચૂંટણીમાં રેવડીનો મુદ્દો ઘણો ગરમાયો છે. તેવામાં વરાઠા બેઠક પર જામેલા જંગમાં ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ AAP પર નામ લીધા વિના પ્રહાર કર્યો હતો. એટલું જ નહીં તેમણે કટાક્ષ કરતા AAPના ઉમેદવાર અલ્પેશ કથિરિયાનું નામ લીધા વિના રેવડીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે જે લોકો ભાજપે શું કર્યું, ફ્રી મફતની વાત કરે છે તેમને કહી દઉં તમારા બાં (માતા)ના ઘૂંટણની સારવાર પણ ભાજપના આયુષ્યમાન કાર્ડથી થઈ છે.

વરાછામાં જામ્યો ચૂંટણીનો જંગ
વરાછા બેઠક પર ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીએ પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીની ઝાટકણી કાઢી હતી. કુમાર કાનાણીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેમણે AAPના ઉમેદવાર અલ્પેશ કથિરિયાનું નામ લીધા વિના કહ્યું હતું કે એક સમયે લોકો એમ પૂછે છે કે ભાજપે કર્યું શું, ફ્રી, મફતનો મુદ્દો ઉઠ્યો છે. ત્યારે જણાવી દઉં કે આવા લોકોની બા (માતા)નાં ઘૂંટણ પણ અમારી સરકારે બદલ્યા છે. સારવાર મફતમાં થઈ છે એ પણ આયુષ્યમાન કાર્ડ દ્વારા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અલ્પેશ કથિરિયા પર કુમાર કાનાણીનો આ પ્રહાર હોવાની માહિતી મળી રહી છે.

‘વિકાસ, રેવડી અને ફ્રી’ આ ત્રણ મુદ્દે રાજકારણ ગરમાયું
આ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ વિવિધ ગેરન્ટીઓ આપીને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને આકર્ષિત કરવાનો પ્લાન બનાવ્યો છે. ત્યારે ભાજપે પણ પોતાના કાર્યોની ગણતરી આપી દીધી છે. કુમાર કાનાણીએ આયુષ્યમાન કાર્ડથી હજારો પરિવારને રાહત ભાજપ સરકારે આપી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમને આમ આદમી પાર્ટી અને તેમના ઉમેદવાર સામે વાઈરલ થયેલા વીડિયોથી અત્યારે રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT