AAP ના ઉમેદવારે પ્રચાર માટે અપનાવી નવી તરકીબ, મત મેળવવા કર્યું આ કામ
સાજિદ બેલીમ, સુરેન્દ્રનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચાર કામગિરિ પૂર જોશમાં છે. ભાજપે પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. આ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના…
ADVERTISEMENT
સાજિદ બેલીમ, સુરેન્દ્રનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રચાર કામગિરિ પૂર જોશમાં છે. ભાજપે પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. આ દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાએ પ્રચાર માટે વેગ પકડ્યો છે. સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે પ્રચાર માટે અલગ જ પ્રકાર અપનાવ્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારે જાહેર સભામાં જીતે તો કામ કરવાનું એફિડેવિટ રજૂ કર્યું.
કામ કરવા માટે રજૂ કર્યું એફિડેવિટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે વેઢે ગણાઈ એટલા જ દિવસો બાકી છે. આ દરમિયાન પ્રચારની કામગિરિ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ચોટીલા બેઠકના આપના ઉમેદવાર એ જાહેર સભામાં સીચાઇનું પાણી પોહોચાડવા બાહેધરી પત્ર એફિડેવિટ કર્યુ છે. આપના ઉમેદવાર રાજુ કરપડાએ જો તેઓ ચુંટણી જીતશે તો અંતરીયાળ ગામો સુધી સિચાઇનું પાણી પોહોચાડવા જાહેર સભામાં એફિડેવિટ રજુ કર્યુ છે. આપના ઉમેદવાર એ એફિડેવિટ રજુ કરતા રાજકીય પાર્ટીઓમાં રાજકારણ ગરમાયુ છે. સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રથમ વખત કોઈ ઉમેદવાર એ ચુંટણી જીતે તો કામ કરવાનું એફિડેવિટ કર્યુ હોઇ તેવી પ્રથમ ઘટના સામે આવી છે.
જુઓ એફિડેવિટ
ADVERTISEMENT
ADVERTISEMENT
ચોટીલા બેઠક પર આ ઉમેદવારો મેદાને
ADVERTISEMENT
કોંગ્રેસ- ઋત્વિજ મકવાણા
ભાજપ- શામજીભાઇ ચૌહાણ
બસપા- ભિમાભાઈ ડાભી
અપક્ષ- વાલજીભાઇ રાઠોડ
અપક્ષ- જાયેશભાઈ ઠાકોર
અપક્ષ- રાયધનભાઈ કુમાર ખાણીયા
અપક્ષ- વિનુભાઈ માધર
અપક્ષ- જિગ્નેશભાઈ માલકિયા
આપ- રાજુભાઇ કપરાડા
788 ઉમેદવારો પ્રથમ તબક્કા માટે મેદાને
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ તો ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો ત્રિપાંખિયો જંગ નિશ્ચિત છે.પરંતુ આ ત્રણ નેશનલ પાર્ટી ઉપરાંત પણ અનેક સ્ટેટલેવલના અને સ્થાનિક પક્ષો પણ ચૂંટણીમાં ઝંપલાવતા પ્રથમ તબક્કાની 89 બેઠકો માટેની ચૂંટણીમાં તમામ પક્ષો -અપક્ષો મળીને કુલ 39 રાજકીય પક્ષોના ઉમેદવારો છે. 39 પક્ષોના કુલ 788 ઉમેદવારોમાં 70 મહિલા ઉમેદવારો છે. જ્યારે કુલ ઉમેદવારોમાં 339 અપક્ષ ઉમેદવારો છે.
ADVERTISEMENT