35 વિધાનસભા બેઠક પર AAP બીજા નંબર પર રહી, જાણો ઓવૈસીએ કોની બાજી બગાડી!

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બમ્પર જીત મેળવી છે. આ ચૂંટણીમાં 156 બેઠકો જીતીને ભાજપે ગુજરાતમાં અત્યાર સુધીની કોઈપણ પાર્ટીએ જીતેલી કુલ બેઠકોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે AAP વતી મોટો દાવો કર્યો હતો કે ગુજરાતમાં તેમની પાર્ટી જીતશે. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં અમે સરકાર બનાવીશું.

જોકે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને માત્ર 5 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. પરંતુ AAPએ ગુજરાતમાં કોંગ્રેસને બેકફૂટ પર મોકલી દીધી હતી. તેમની પાર્ટીને લગભગ 13 ટકા વોટ મળ્યા છે અને તે 35 સીટો પર બીજા ક્રમે છે. જ્યારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનને (AIMIM) 0.29 ટકા વોટ મળ્યા છે. આ બંને પક્ષોએ ગુજરાતમાં કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું હતું અને કોંગ્રેસ તેના અત્યારસુધીના સૌથી ખરાબ પ્રદર્શન સાથે માત્ર 17 બેઠકો પર જ સમેટાઈ ગઈ હતી. ચાલો જાણીએ કે ગુજરાતમાં કોંગ્રેસના સમીકરણો કેવી રીતે ઉંધા પડી ગયા…

કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી…
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને આ વખતે માત્ર 17 બેઠકો મળી છે. ગત વખતે એટલે કે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. મતલબ કે આ વખતે તેને 60 સીટોનું નુકસાન વેઠવું પડ્યું હતું. આટલા મોટા નુકસાન માટેનું એક મુખ્ય કારણ આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM જેવી પાર્ટીઓ દ્વારા કોંગ્રેસના મતોનું નુકસાન છે. ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ગુજરાતમાં કોંગ્રેસની હાર માટે ત્રણ પક્ષોને જવાબદાર ઠેરવ્યા હતા અને કહ્યું હતું કે ગુજરાતના પરિણામો ખૂબ જ નિરાશાજનક અને કોંગ્રેસ વિરુદ્ધ છે.

ADVERTISEMENT

દિગ્ગજે કોંગ્રેસની હારનું કારણ જણાવ્યું..
તેમણે કહ્યું કે કોંગ્રેસની હાર માટે ભાજપ, આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM જવાબદાર છે અને આ પાર્ટીઓ વચ્ચે ગઠબંધન હતું. જયરામ રમેશે કહ્યું કે ધ્રુવીકરણનું ખતરનાક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. અમારો વોટ શેર અમને ગુજરાતમાં પુનઃનિર્માણ અને વાપસીનો વિશ્વાસ આપે છે. તમને જણાવી દઈએ કે આ વખતે ગુજરાતમાં કોંગ્રેસને 27.28 ટકા વોટ મળ્યા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીને 52.50 ટકા મત મળ્યા છે. વોટ ટકાવારીની દૃષ્ટિએ કોંગ્રેસ બીજા ક્રમે છે.

AAPએ પોતાનું શ્રેષ્ઠ આપ્યું…
ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. અરવિંદ કેજરીવાલે એવું વાતાવરણ ઊભું કર્યું હતું કે તેઓ ભાજપને જોરદાર ટક્કર આપી રહ્યા હતા. તેમણે કાગળ પર લખીને પોતાના ત્રણ નેતાઓની જીતનો દાવો કર્યો હતો. જેમાં ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથીરિયાના નામ હતા. ચૂંટણીના પરિણામો આવતા ત્રણેયને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે કેજરીવાલે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પણ દાવો કર્યો હતો કે તેમની સરકાર બનવા જઈ રહી છે, જોકે આ તેમનો દાવો સાચો હતો.

ADVERTISEMENT

2017ની સરખામણીમાં આમ આદમી પાર્ટીની જોરદાર એન્ટ્રી
સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ ભલે ગુજરાતમાં 156 બેઠકો સાથે જંગી જીત નોંધાવી હોય, પરંતુ રાજ્યમાં આમ આદમી પાર્ટીના પ્રદર્શને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. જ્યારે કોંગ્રેસને ઘણું નુકસાન થયું હતું. જોકે પાર્ટીને માત્ર 5 બેઠકો મળી હતી, પરંતુ જો ગત ચૂંટણી સાથે સરખામણી કરવામાં આવે તો સ્પષ્ટપણે જણાશે કે આ વખતે રાજ્યમાં તેની હાજરી મજબૂત રહી છે. 2017માં, આમ આદમી પાર્ટીએ 29 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. પરંતુ ત્યારબાદ તમામ બેઠકો પર ડિપોઝીટ જપ્ત થઈ ગઈ હતી. પાર્ટીને માત્ર 0.10 ટકા વોટ મળ્યા હતા. આ વખતે તેમણે ગુજરાતની ચૂંટણીમાં તમામ 182 બેઠકો પર ચૂંટણી લડી હતી. આમાં પાંચ બેઠકો જીતી હતી અને મત ટકાવારી વધીને લગભગ 13 ટકા થઈ ગઈ હતી.

ADVERTISEMENT

AIMIMએ કોંગ્રેસની રમત પણ બગાડી
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)એ ગુજરાત ચૂંટણીમાં 13 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. મુસ્લિમ વસ્તી ધરાવતી બેઠકો ઉપરાંત ઓવૈસીની પાર્ટીએ હિંદુ બહુમતી બેઠકો પર પણ ઉમેદવારો ઉભા રાખ્યા હતા. તેમણે જોરશોરથી પ્રચાર પણ કર્યો હતો. પરંતુ ગુજરાતમાં AIMIMનું ખાતું પણ ખૂલ્યું નહતું.

ઓવૈસીની પાર્ટીને 0.29 ટકા વોટ મળ્યા જ્યારે NOTAમાં 1.58 ટકા વોટ ગયા હતા. એટલે કે ઓવૈસીની પાર્ટીનું પ્રદર્શન NOTA કરતા પણ ખરાબ હતું. પરંતુ ખાસ વાત એ છે કે ઓવૈસીની પાર્ટી અને આમ આદમી પાર્ટીએ મળીને કોંગ્રેસની રમત બગાડી નાખી અને તેને ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT