કેજરીવાલ સરવે મુદ્દે શું બોલ્યા? AAPની સરકાર કેવી રીતે બનશે એના વિશે જણાવ્યું…

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીએ પણ પોતાના મુખ્યમંત્રીનો ચહેરો પસંદ કર્યો છે. ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીએ સત્તાવાર તરીકે CM ચહેરા તરીકે પસંદ કર્યા છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં સામે આવી રહેલા વિવિધ ઈલેક્શનના સરવે મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં તમામ સરવે ફેલ જશે અને AAPની જ સરકાર બનશે.

AAPની સરકાર પર કેજરીવાલનું મોટું નિવેદન…
અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન કેજરીવાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સામે આવતા સરવે પર જણાવ્યું કે ગુજરાતમાં તમામ સરવે ફેલ જ જશે અને આમ આદમી પાર્ટીની જ સરકાર બનશે એવો દાવો કર્યો હતો.

ADVERTISEMENT

AAPએ મોરબી દુર્ઘટનાગ્રસ્તોને આપી શ્રદ્ધાંજલી
આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરતા પહેલા મોરબી દુર્ઘટનાગ્રસ્તોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. આ દરમિયાન AAPએ 2 મિનિટ સુધી મૌન પાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતા 135 લોકોના મોત નીપજ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT