Arvind Kejriwal આવતીકાલે ફરી ગુજરાત આવશે, AAPના CM પદનો ચહેરો જાહેર કરશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Elections 2022: ગુજરાતમાં આજે જ ગુજરાતની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની છે. ત્યારે ચૂંટણીને લઈને દિલ્હીથી મોટા નેતાઓના ગુજરાત પ્રવાસ સતત વધી રહ્યા છે. એવામાં AAPના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાત આવી રહ્યા છે. આવતીકાલે કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવશે અને AAPના CM પદના ચહેરાનું નામ જાહેર કરશે.

કેજરીવાલ કરશે CM પદના ચહેરાનું નામ જાહેર
AAP દ્વારા 29મી નવેમ્બરે જ CM પદના ચહેરા માટે એક પોલ જાહેર કરાયો હતો, જે માટે આજે સાંજ સુધી લોકો પાસેથી સૂચનો માગવામાં આવ્યા હતા. ત્યારે સાંજે આ સૂચનો માગવાનો સમય પૂરો થતા જ આવતીકાલે આમ આદમી પાર્ટી તેમના CM પદના ચહેરાની જાહેરાત કરવા જઈ રહી છે. અરવિંદ કેજરીવાલ આ માટે કાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને તેઓ પોતે જ CM પદના ચહેરાની જાહેરાત કરશે.

પંજાબ મોડલ ગુજરાતમાં
આ અગાઉ કેજરીવાલે કહ્યું હતું કે, અમે જનતા ને પૂછીને નક્કી કરીએ છીએ કે તમે કોને મુખ્યમંત્રી બનવવા માંગો છો. પંજાબની ચૂંટણીમાં અમે લોકોને પૂછ્યું હતું કે મુખ્યમંત્રી કોણ હશે. અને પંજાબમાં લોકોએ ભગવંત માનના નામની પસંદગી કરી હતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને તેવો માહોલ તૈયાર થઈ ચૂક્યો છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના ગુજરાતના મુખ્યમંત્રી ચહેરો જનતા નક્કી કરશે.

ADVERTISEMENT

સૂચનો માટે નંબર જાહેર કર્યો હતો
આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી ચહેર પસંદ કરવા માટે નંબર અને ઈમેલ એડ્રેસ જાહેર કર્યું હતું. ગુજરાતના લોકો 6357 000 360 નંબર પર મેસેજ, વોટ્સેપ મેસેસ, વોઇસ મેસેજ કરી અને પોતાના પસંદગીના મુખ્યમંત્રીના નામનો મેસેજ કરી શકશે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ aapnocm@gmail.com ઇમેઇલ એડ્રેસ જાહેર કર્યું છે. જેમાં 3 તારીખ સાંજે 5 વાગ્યા સુધી મુખ્યમંત્રીનું નામ મોકલી શકાશે.

    follow whatsapp

    ADVERTISEMENT