ગુજરાત બાદ આ રાજ્યમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર લડશે ચૂંટણી, AAPના નેતાએ કરી જાહેરાત
બેંગલુરુ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ બેઠક પર મેદાને ઉતરી હતી. હવે ગુજરાત બાદ આમ આદમી પાર્ટીનું ફોકસ કર્ણાટક પર છે. જોકે ગુજરાતમાં…
ADVERTISEMENT
બેંગલુરુ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ બેઠક પર મેદાને ઉતરી હતી. હવે ગુજરાત બાદ આમ આદમી પાર્ટીનું ફોકસ કર્ણાટક પર છે. જોકે ગુજરાતમાં આમ આદમી પાર્ટી જેટલી ગાજી તેટલી વરસી ન હતી. ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને ફક્ત 5 બેઠક પર નેતૃત્વ કરવાનો મોકો આપ્યો છે. ત્યારે કર્ણાટકની ચૂંટણીને લઈ AAP નેતા આશિકીએ જાહેરાત કરી કે તે કર્ણાટકની તમામ 224 વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણી લડશે અને કહ્યું કે ઉમેદવારોની યાદી માર્ચના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. પાર્ટીએ કર્ણાટકમાં પૂરા જોશ સાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
આ વર્ષે દક્ષિણ ભારતીય રાજ્ય કર્ણાટકમાં યોજાનારી ચૂંટણી જંગ માટે AAPએ પણ સંપૂર્ણ ઉત્સાહ સાથે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની પાર્ટીએ પણ જાહેરાત કરી છે કે તે રાજ્યની તમામ 224 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા કરશે. આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ મંગળવારે આ બાબતની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી આગામી કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે એજન્ડા સેટ કરી રહી છે. આ દરમિયાન તેમણે ભાજપ અને કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. AAP નેતાએ કહ્યું કે જ્યારે ભાજપ દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક્સની જેમ ‘નમ્મા ક્લિનિક’નું વચન આપી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ 200 યુનિટ મફત વીજળીનું વચન આપી રહી છે. તેમણે બંને પક્ષોને અનુકરણ કરનારા ગણાવ્યા.
224 બેઠક પર લડશે ચૂંટણી
AAP નેતા આશિકીએ જાહેરાત કરી કે તે રાજ્યભરની તમામ 224 વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણી લડશે. ઉમેદવારોની યાદી માર્ચના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. લોકોને દિલ્હીના શાસનના મોડલનું કોપીકેટ વર્ઝન નથી જોઈતું, તેઓને અસલી જોઈએ છે. આવી સ્થિતિમાં પાર્ટીએ કર્ણાટકમાં પૂરા જોશ સાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT
ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ
આ દરમિયાન AAP નેતાએ ભાજપ પર ‘નમ્મા ક્લિનિક’ લાગુ કરવાનું વચન આપવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું હતું કે ‘જો ભાજપ ઉચ્ચ ગુણવત્તાની આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે ગંભીર હતી, તો આટલા વર્ષોમાં શા માટે કરવામાં આવી નથી? આ દર્શાવે છે કે તે કોપી કરી રહ્યું છે.
તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ભાજપે તેના કાર્યકાળના અંતે કર્ણાટકમાં ‘વિવેકા’ યોજના હેઠળ 24,000 વર્ગોનું વચન આપ્યું છે. તો મારો પ્રશ્ન એ છે કે છેલ્લાં પાંચ વર્ષમાં તેનું બાંધકામ કેમ ન થયું. ભાજપ પર આરોપ લગાવતા તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં ભગવા પાર્ટી સત્તામાં હોવા છતાં તેણે કંઈ કર્યું નથી અને હવે વચનો આપી રહી છે.
ADVERTISEMENT
કોંગ્રેસે પડકાર ફેંક્યો
આ દરમિયાન AAP નેતાએ કોંગ્રેસ દ્વારા સત્તામાં આવે તો 200 યુનિટ મફત વીજળી આપવાના વચન પર પણ કટાક્ષ કર્યો હતો. તેમણે કોંગ્રેસને કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખ પહેલા રાજસ્થાન, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં મફત વીજળી આપવાનો પડકાર ફેંક્યો હતો. તો જ કર્ણાટકની જનતા પાર્ટીના મફત વીજળીના વચન પર વિશ્વાસ કરશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશની રાજધાની બનશે, મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ કરી જાહેરાત
અમે અમારા વચનો પૂરા કર્યા છે
દિલ્હીમાં કાલકાજીના ધારાસભ્ય એ કહ્યું કે કર્ણાટક રાજ્યની વિધાનસભા ચૂંટણી માટેનો સમગ્ર ચૂંટણી એજન્ડા આમ આદમી પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. અહીંના લોકો પરિવર્તન ઈચ્છે છે કારણ કે તેઓ ભ્રષ્ટાચારથી કંટાળી ગયા છે. તેમણે કહ્યું કે અમારી પાર્ટીએ બતાવ્યું છે કે તેઓ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય સેવા લાવી શકે છે અને તેઓ લોકોને 200 યુનિટ મફત વીજળી પણ આપી શકે છે. આ જ કારણ છે કે લોકો અમારી પાર્ટી તરફ આકર્ષાઈ રહ્યા છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT