ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ખૂલ્યું ખાતું, જામજોધપુર બેઠક પરથી હેમંત ખવા જીત્યા જંગ
દર્શન ઠક્કર,જામનગર : આજે જાહેર થવા લાગ્યું છે કે જનતા ગુજરાતની ગાદી કોને સોંપવા ઈચ્છે છે. ગુજરાતમાં આજે ચિત્ર સ્પષ્ટ થશે કે સત્તાનું પરિવર્તન થશે…
ADVERTISEMENT
દર્શન ઠક્કર,જામનગર : આજે જાહેર થવા લાગ્યું છે કે જનતા ગુજરાતની ગાદી કોને સોંપવા ઈચ્છે છે. ગુજરાતમાં આજે ચિત્ર સ્પષ્ટ થશે કે સત્તાનું પરિવર્તન થશે કે પુનરાવર્તન. આ દરમિયાન જામજોધપુર બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે. આ બેઠક પરથી આપના ઉમેદવાર હેમંત ખવાનો વિજય થયો છે. તેમણે જીતનો શ્રેય પાર્ટીને આપવાના બદલે તેમણે કાર્યકર્તાને આપ્યો છે.
જીત બાદ હેમંત ખવાએ કહ્યું કે જમજોધપુરની જનતાએ અમને પસંદ કર્યા છે. છેલ્લા 7 વર્ષથી જે લડાઈ લડતા હતા તે પસંદ કરી છે. આપના તમામ કાર્યકર્તાની મહેનત રંગ લાવી છે તેમ લાગી રહ્યું છે. લોકોએ કામની રાજનીતિ પસંદ કરી છે. અમારા કાર્યકર્તા દિવસ રાત જોયા વગર લડ્યા છે. તેમની મહેનત રંગ લાવી છે. જામજોધપુરના પાયાની સુવિધા પૂરી પાડવાનો પ્લાન તૈયાર છે. અમે રોડ પર લડાઈ લડ્યા હતા તે વિધાનસભામાં લડશું. મારા પિતા 30 વર્ષથી જાહેર જીવનમાં છે. આ મારા કાર્યકર્તાની જીત છે.
આ ઉમેદવાર હતા મેદાને
કોંગ્રેસ- ચિરાગ કાલરીયા
ભાજપ- ચીમન સાપરિયા
આપ- હેમંત આહીર
અપક્ષ- અબુ શીડા
અપક્ષ- અમિત જોશી
અપક્ષ- આંબા વાવેચા
સપા- સબ્બીર જુણેજા
અપક્ષ- બસીર સમા
અપક્ષ- પ્રવીણ પટેલ
ADVERTISEMENT
જામજોધપુર બેઠકનો ઇતિહાસ
1962- કોંગ્રેસના ઉમેદવાર નાનજી દેવજી સિણોજીયા વિજેતા થયા
1967- સ્વતંત્ર પક્ષના ઉમેદવાર એન.પી. ભાણવડિયા વિજેતા થયા
1972- કોંગ્રેસના ઉમેદવાર ગોરધનભાઈ ફળદુ વિજેતા થયા
1975- કોંગ્રેસના ઉમેદવાર કાલરીયા વિઠ્ઠલભાઈ વિજેતા થયા
1980- જનતા પાર્ટીના ઉમેદવાર ચિરાગ કાલરીયા વિજેતા થયા
1985 કોંગ્રેસના ઉમેદવાર કાલરીયા રમેશભાઈ વિજેતા થયા
1990- જનતા દળના ઉમેદવાર વાછાણી મહાનલાલ વિજેતા થયા
1995 – ભાજપના ઉમેદવાર સાપરીયા ચીમનલાલ વિજેતા થયા
1998 -ભાજપના ઉમેદવાર સાપરીયા ચીમનલાલ વિજેતા થયા
2002- ભાજપના ઉમેદવાર સાપરીયા ચીમનલાલ વિજેતા થયા
2007- કોંગ્રેસના ઉમેદવાર જાડેજા બ્રિજરાજસિંહ વિજેતા થયા
2012- ભાજપના ઉમેદવાર સાપરીયા ચીમનલાલ વિજેતા થયા
2017- કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ કાલરીયા વિજેતા થયા
ADVERTISEMENT