લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં ઘડી રણનીતિ, જાણો શું છે 2024નો પ્લાન

ADVERTISEMENT

ARVIND KEJRIVAL
ARVIND KEJRIVAL
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ દિવસ રાત એક કરી દીધા હતા. પરંતુ આમ આદમી પાર્ટીને ફક્તને ફક્ત 5 બેઠક પર સંતોષ માનવો પડ્યો છે. આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભામાં પ્રવેશ કરી દીધો છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટી સવાલો ઉઠાવતા જોવા મળશે. હવે આમ આદમી પાર્ટીએ ગુજરાતની લોકસભાની ચૂંટણીને લઈ તૈયારી આરંભી દીધી છે.  ગુજરાતના ધારાસભ્યો સાથેની મિટિંગ આ મામલે રણનીતિ ઘડવાંમાં આવી છે.

આમ આદમી પાર્ટી 13 ટકા જેટલો વોટ મેળવ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં કુલ 45 લાખ જેટલા મત આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મળ્યા હતા. ત્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 5 ઉમેદવાર વિજેતા પણ થયા હતા ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં આવતી તમામ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મેદાને ઉતરશે. લોક સભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, ગુજરાતમાં આવતી તમામ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી લડશે. દિલ્હી ખાતે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને જવાબદારી પણ સોંપવામાં આવી છે.

આપના ધારાસભ્યોને આપવામાં આવી તાલીમ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમઆદમી પાર્ટીના 5 ઉમેદવાર જીત્યા છે. જ્યારે વિસાવદરના ધારાસભ્ય ચૂંટણી જિતતાની સાથે જ પક્ષપલટો કરે તેવી અટકળો તેજ બની હતી. ધારાસભ્ય ભૂપત ભાયાણી પક્ષપલટો કરે તેવી સંભાવના હતી ત્યારે તમામ આપના ધારાસભ્યોને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. જેમાં તેમણે તાલીમ આપવામાં આવી હતી. તેમજ  માર્ગદર્શન  આપવામાં આવ્યું હતું. પંજાબ અને દિલ્હીના ચૂંટયેલા ધારાસભ્ય કેવી રીતે કામ કરે છે તેની માહિતી પણ આપવામાં આવી હતી. ગુજરાતમાં કયા કયા મુદ્દાને લઈને લોકો સમક્ષ જવાનું છે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT