નવો ઉમેદવાર નવો દાવ: આમ આદમી પાર્ટીએ વધુ એક બેઠર પર ઉમેદવાર બદલ્યા
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. આ સાથે આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે એડીચોંટીનું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટીએ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. આ સાથે આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે એડીચોંટીનું જોર લગાવી રહી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવો ચીલો ચીતર્યો છે. ચૂંટણી જાહેર થઈ તે પહેલા જ તેમણે ઉમેદવારોના નામ જાહેર કરી દીધા હતા. ત્યારે હવે આજે ઉમેદવારની 14 મી યાદી જાહેર કરી છે. જેમાં વધુ 10 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ આજે વધુ એક ઉમેદવાર બદલ્યા છે. ખંભાત બેઠક પરથી અરુણ ગોહિલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
ખંભાત બેઠક પર પહેલા ભરતસિંહ ચાવડાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા, જેમની જગ્યાએ હવે અરુણ ગોહિલને ટિકિટ આપવામાં આવી છે. આ પહેલા આમ આદમી પાર્ટીની આઠમી યાદીમાં યુવરાજસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી હતી. ત્યાર બાદ યુવરાજસિંહના સ્થાને દહેગામ બેઠક પરથી સુહાગ પંચાલને મેદાને ઉતાર્યા હતા.
ઉમેદવારની 14 મી યાદી
ADVERTISEMENT
- થરાદ – વિરચંદભાઈ ચેલાભાઈ ચાવડા
- જામનગર દક્ષિણ – વિશાલ ત્યાગી
- જામજોધપુર – હેમંત ખાવા
- તાલાલા – દેવેન્દ્ર સોલંકી
- ઉના – સેજલબેન ખુંટ
- ભાવનગર ગ્રામ્ય – ખુમાનસિંહ ગોહિલ
- ખંભાત – અરુણ ગોહિલ
- કરજણ – પરેશ પટેલ
- જલાલપોર – પ્રદીપકુમાર મિશ્રા
- ઉમરગાંવ – અશોક મોહનભાઈ પટેલ
ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
ADVERTISEMENT
ADVERTISEMENT