29 December Horoscope: સિંહ, મિથુન, ધનના જાતકો માટે દિવસ શુભ, કર્ક માટે સાંજ સુધી સમય ‘ભારે’; વાંચો આજનું રાશિ ભવિષ્ય
29 December Rashifal: તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો…
ADVERTISEMENT
29 December Rashifal: તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો મેષથી મીન રાશિના જાતકોનું આજનું રાશિફળ.
મેષ
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. ઘણા દિવસોથી ચાલી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાથી તમે રાહત અનુભવશો. તમારું મન પ્રસન્ન રાખીને તમે કોઈ નવું અને મોટું કામ શરૂ કરી શકો છો. વેપારમાં તમને લાભ થશે. પરિવાર તરફથી તમને પૂરતો સહયોગ મળશે.
વૃષભ
આજનો દિવસ તમારો ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. આજે તમે તમારી વાણી પર કંટ્રોલ રાખો, કોઈ પરિચિત સાથે તમારો વિવાદ થઈ શકે છે. બિઝનેસમાં પાર્ટનર તમારી સાથે દગો કરી શકે છે. પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
ADVERTISEMENT
મિથુન
આજનો દિવસ તમારા માટે શાનદાર રહેવાનો છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવારમાં શુભ કાર્યો થશે, વેપારમાં તમને કોઈ જાણીતી વ્યક્તિથી લાભ મળશે. આજે તમે કોઈ મોટી ડીલ અથવા કરાર કરી શકો છો. આજે તમે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો.
કર્ક
આજે કામના સંદર્ભમાં કોઈ મોટું જોખમ ન ઉઠાવો. પાર્ટનરશિપમાં કોઈ નવું કામ સમજી-વિચારીને કરો. વેપારમાં તમારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો, વાદ-વિવાદથી દૂર રહો. પત્નીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.
ADVERTISEMENT
સિંહ
આજનો દિવસ તમારા માટે શાનદાર રહેશે. પરિવાર-સમાજમાં માન-સન્માનમાં વધારો થશે. કોઈ પરિચિત સાથે મુલાકાત થશે. વેપારમાં આજે તમે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. તમે તમારા કાર્યસ્થળમાં મોટું રોકાણ કરી શકો છો, તમારા વિરોધીઓથી સતર્ક રહો.
ADVERTISEMENT
કન્યા
આજે તમારું મન અશાંત રહેશે. તમને તમારા બિઝનેસ પાર્ટનર તરફથી દગો મળી શકે છે.આજે કોઈ મોટી લેવડ-દેવડ ન કરો, નહીં તો મોટું નુકસાન વેઠવું પડી શકે છે. જો તમે ક્યાંય ફરવા જાવ, તો તમારું વાહન કાળજીપૂર્વક ચલાવો.
તુલા
આજનો દિવસ સારો રહેશ, કોઈ નવી વસ્તુ ખરીદી શકો છો. આજે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. પરિવાર અને સમાજમાં માન-સન્માન વધશે. બિઝનેસમાં નવી ભાગીદારીથી કોઈ માટું કાર્ય શરૂ કરી શકો છો. પરિવારમાં માંગલિક કાર્યક્રમ થશે. અટકેલા કામ પૂરા થશે.
વૃશ્ચિક
આજનો તમારો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે, આજે તમે વાદ-વિવાદથી દૂર રહો. કોઈ નવું કામ આજે શરૂ ન કરો. તમારે વેપારમાં નુકસાન સહન કરવું પડી શકે છે. તમારું મન અશાંત રહેશે. આજે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.
ધન
આજનો દિવસ તમારો સારો નિકળશે, અટકેલા કામ પૂરા થવાથી મન પ્રસન્ન રહેશે. તમારા કોઈ જૂના સાથી સાથે મળવાનું થશે. કોઈ નવું કામ આજે તમે શરૂ કરી શકો છો. તમારા લગ્ન નથી થયા, તો આજે લગ્ન માટે પ્રસ્તાવ આવી શકે છે. વિદ્યાર્થીઓને આજે સફળતા મળી શકે છે.
મકર
આજે તમારું મન પ્રસન્ન રહેશે. આજે તમે કોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત કરી શકો છે. વેપારમાં તમે નવી ભાગીદારી શરૂ કરી શકો છો. પરિવારમાં માન-સન્માન વધશે. પત્ની સાથે મતભેદ સમાપ્ત થશે, તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. આજે ધન લાભની પણ શક્યતા છે.
કુંભ
આજે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે અને વાદ-વિવાદથી દૂર રહેવું પડશે. પારિવારિક જીવનમાં ઉતાર-ચઢાવની સ્થિતિ બની રહેશે. તમે કોઈ કામના સંબંધમાં કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત કરી શકો છો. પત્ની સાથેના સંબંધો મધુર રહેશે.
મીન
આજે તમને કોઈ પરિચિત વ્યક્તિ તરફથી દુઃખદ સમાચાર મળશે, તમારું મન અશાંત રહેશે. આજે તમારે બિઝનેસ વગેરેમાં કોઈ મોટો નિર્ણય ન લેવો. પારિવારિક મતભેદના કારણે મન ઉદાસ રહેશે. તમારે કોઈ કામ માટે બહાર જવું પડી શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, વાહન ચલાવતી વખતે સાવચેતી રાખો.
ADVERTISEMENT