30 December Horoscope: મન રહેશે અશાંત, વેપારમાં થશે નુકસાન… આ રાશિઓના જાતકોએ શનિવારે રાખવી ખાસ કાળજી, જુઓ આજનું રાશિ ભવિષ્ય

ADVERTISEMENT

gujarattak
social share
google news

30 December Rashifal: તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વેપાર ધંધામાં બરકત કે પછી નુકસાન, અભ્યાસ કે કરિયર માટે દિવસ કેવો રહેશે? અહીં વાંચો મેષથી મીન રાશિના જાતકોનું આજનું રાશિફળ.

મેષ
આજનો તમારો દિવસ કેટલીક સમસ્યાઓથી ભરેલો રહેશે. તમે કોઈ કામને લઈને ચિંતિત રહેશો. વેપારમાં તમને નુકસાન થઈ શકે છે. તમારા બિઝનેસ પાર્ટનરથી સાવધાન રહો, નહીં તો તેમને બિઝનેસમાં મોટું નુકસાન વેઠવું પડી શકે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. પરિવાર તરફથી તમને કોઈ દુઃખદ સમાચાર મળશે.

વૃષભ
જો તમે આજે કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો, તો તમે તે કરી શકો છો. વેપારમાં લાભના યોગ બનશે. કોઈ મોટી પાર્ટનરશિપથી તમને વેપારમાં મોટો ફાયદો થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમને આજે પૈતૃક સંપત્તિમાં અધિકાર મળી શકે છે.

ADVERTISEMENT

મિથુન
આજે તમે કોઈ કામને લઈને બહાર પ્રવાસ કરી શકો છો. મુસાફરી કરતી વખતે તમારો સામાન સુરક્ષિત રાખો. સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમે અને તમારો પરિવાર મોસમી બીમારીઓની ઝપેમાં આવી શકો છો. આજે વેપારમાં કોઈ મોટું રોકાણ કરવાનું ટાળો. પરિવારમાં પત્ની અને બાળકો સાથે ઝઘડો થઈ શકે છે.

કર્ક
આજે તમારે તમારા જીવનમાં કેટલાક બદલાવ લાવવા પડશે. તમારા કાર્યક્ષેત્રમાં પરિવર્તન કરવા તમારા હિતમાં રહેશે. આજે કોઈ ખાસ વ્યક્તિના સંપર્કમાં આવવાથી તમારું અટકેલું કામ શરૂ થઈ શકે છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. અધિકારીઓ સાથે સંબંધો સારા રહેશે. પરિવારમાં કોઈ પ્રિય વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી શકે છે.

ADVERTISEMENT

સિંહ
આજનો દિવસ તમારા માટે સાવધાનીપૂર્વક આગળ વધવાનો છે. જો તમે કોઈ યાત્રા પર જાઓ છો તો તમે તમારા સામાન અને પૈસાની સુરક્ષા કરો. અન્યથા નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત જો તમને કોઈ મોટી ઑફર મળે તો તમારા કાર્યક્ષેત્રમાં રોકાણ કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો. તમારા સહકર્મીઓને પરખી લો. પરિવારમાં પરસ્પર વિવાદને કારણે તમે માનસિક પરેશાની અનુભવશો.

ADVERTISEMENT

કન્યા
આજે બિઝનેસમાં મોટું રોકાણ કરવાનો પ્લાન બનાવી શકો છો. આનાથી તમને લાભ થઈ શકે છે. આજે તમને કોઈ પ્રોપર્ટી વગેરે ખરીદવાનું મન થઈ શકે છે, જે તમારા માટે સારું રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમે અને તમારો પરિવાર મોસમી બીમારીનો શિકાર બની શકો છો. કેટલીક પારિવારિક બાબતોને કારણે તમારે તમારી પત્ની અને બાળકોના હિતમાં કોઈ મોટો નિર્ણય લેવો પડી શકે છે.

તુલા
જો તમે કોઈ નવા કામનો પ્લાન બનાવી રહ્યા છો તો તેને થોડા સમય માટે રોકી દો. અન્યથા તમારે થોડું નુકસાન વેઠવું પડી શકે છે. જો તમે શેર માર્કેટ વગેરેમાં કામ કરો છો તો આજે કોઈ મોટું રોકાણ ન કરો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પૈતૃક સંપત્તિને લઈને પરિવારમાં મતભેદ વધી શકે છે.

વૃશ્ચિક
આજે તમે તમારા કોઈ નજીકના વ્યક્તિને હંમેશ માટે ગુમાવી શકો છો, જેના કારણે તમારું મન અશાંત રહી શકે છે. તમારે કોઈ ખાસ કામ માટે બહારની મુસાફરી પણ કરવી પડી શકે છે. તમારા બિઝનેસ પાર્ટનરથી સાવચેત રહો. પરિવારમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે.

ધન
આજે તમે કોઈ લાંબી યાત્રા પર જઈ શકો છો, તમારા સામાનનું ધ્યાન રાખો. ઘણા સમયથી અટકેલું કામ આજે પૂરું થઈ શકે છે. આ કારણે મન પ્રસન્ન રહેશે. સાથે જ વેપારમાં લાભના યોગ છે. કોઈપણ નવા કામ માટે પ્લાન બનાવી શકો છો. પરિવારમાં પૈતૃક સંપત્તિ વગેરેને લઈને કાર્ટ કચેરીના ધક્કા ખાવા પડી શકે છે.

મકર
આજે તમે તમારા જૂના મકાનમાં ફેરફાર કરી શકો છો. સાથે જ પરિવારના લોકો સાથે પ્રોપર્ટી વગેરેમાં મોટું રોકાણનું મન બનાવી શકો છો. નોકરીમાં તમારા સહકર્મીઓનો સારો સપોર્ટ મળશે, જેના કારણે તમારું મન સારું રહેશે. તમે કોઈ નવા કામનું પ્લાનિંગ કરી શકો છો. પરિવારમાં માહોલ સારો રહેશે. માંગલિક કાર્યના યોગ બની રહ્યા છે.

કુંભ
આજનો દિવસ તમારો ખૂબ જ સારો રહેશે. આજે વાહન ચલાવતી વખતે થોડી કાળજી રાખો. સાથે ઋતુના કારણે બીમાર પડી શકો છો, પરંતુ વેપાર-ધંધામાં તમને આજે મોટી સફળતા મળી શકે છે. તમારું અટકેલું કામ આજે ફરીથી શરૂ થઈ શકે છે. તમારા લગ્ન નથી થયા તો આજે લગ્નની વાત ચાલી શકે છે. વિદ્યાર્થીઓનું મન આજે પ્રસન્ન રહેશે.

મીન
આજે તમે જે કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. આજે તમારું કામ બગડી શકે છે. તમારા કાર્યક્ષેત્રમાં વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે. તમે તમારા સહયોગી સાથે પણે વાત કરી શકો છો. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. મિલકતને લઈને પરિવારમાં મતભેદ થઈ શકે છે. આજે તમારી વાણી પર કંટ્રોલ રાખો નહીં તો મોટો વિવાદ સર્જાઈ શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT