પાર્કિંગમાં યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી, એક્ટિવા પર દોરડું બાંધી જીવન ટૂંકાવ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

ખેડાઃ ડાકોરમાં યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. જોકે હજુ સુધી આની પાછળનું કારણ સામે આવી શક્યું નથી. સ્થાનિકોને આ અંગે જાણ થતા તેમણે પોલીસને જણાવ્યું છે. અત્યારે ડાકોર પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળ કાર્યવાહી કરી દીધી છે. નોંધનીય છે કે યુવકે સરકારી બંધ પાર્કિંગમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. ચલો આના પર વિગતવાર નજર કરીએ…

એક્ટિવાના સહારે ગળે ફાંસો ખાધો
ખેડાના યાત્રાધામ ડાકોરમાં યુવકે ગળે ફાંસો ખાઈ લીધો છે. તેણે એક્ટિવાના સહારે દોરડું બાંધીને બંધ પડેલા પાર્કિંગમાં જીવન ટૂંકાવી દીધું છે. નોંધનીય છે કે હજુ સુધી આત્મહત્યાનું કારણ અકબંધ છે. સામે આવી શક્યું નથી. આસપાસના લોકોને આ અંગે જાણ થતા તેમણે પોલીસને જાણ કરી દીધી છે.

પાક્રિંગની આસપાસના રહીશોમાં ફફડાટ
નોંધનીય છેકે યુવકનો મૃતદેહ સરકારી બંધ પડેલા પાર્કિંગમાં જોતા લોકો ચિંતાતુર બની ગયા હતા. પ્રાથમિક તપાસમાં આત્મહત્યા કરનારા યુવકનું નામ કેતન વણકર હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી દીધી છે.

ADVERTISEMENT

With Input: હેતાલી શાહ

    follow whatsapp

    ADVERTISEMENT