ઠંડીના કારણે બસમાં યુવાન મૃત્યુ પામ્યો? કન્ડક્ટરને મૃતદેહ મળી આવતા ફફડાટ!

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગીર સોમનાથઃ સુરત ઉનાની એક ખાનગી બસમાં યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે. કન્ડક્ટર બસની સફાઈ કરી રહ્યો હતો ત્યારે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના કારણે તેણે તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડી દીધો હતો. અહીં આ યુવાનના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ થશે. જોકે યુવકના મોતની પાછળનું પ્રાથમિક કારણ જાણીને તમે પણ ચોંકી જશો, જાણો વિગતવાર…

જાણો સમગ્ર ઘટનાક્રમ..
સુરત ઉનાની ખાનગી બસમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. કન્ડક્ટર જ્યારે સફાઈ કરી રહ્યો હતો ત્યારે યુવાનનો મૃતદેહ મળ્યાની જાણ થઈ હતી. જોકે તેને ત્યારપછી પોલીસને ફોન કરીને સમગ્ર ઘટનાની વિગતો જણાવી હતી. પોલીસે આ મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી દીધો હતો.

મૃત્યુનું કારણ સામે આવ્યું…
યુવાનનું ઠંડીના કારણે મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. આ દરમિયાન યુવાનની ઓળખ પણ થઈ હતી. તે અમરેલીના નાગેશ્રી દુધાળાનો રહેવાસી હતો. તેના કમકમાટી ભર્યા મોતનું સચોટ કારણ જાણવા માટે હજુ પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.

ADVERTISEMENT

With Input: ભાવેશ ઠાકર

    follow whatsapp

    ADVERTISEMENT