Rajkot: 'તમારી ઉપર કોઈએ વશીકરણ કર્યું છે, મારી સાથે સંબંધ બાંધવો પડશે', મા-દીકરી પાસે ભૂવાની અઘટિત માંગ

ADVERTISEMENT

અંધશ્રદ્ધાના નામે ધતિક ક્યાં સુધી?
અંધશ્રદ્ધાના નામે ધતિક ક્યાં સુધી?
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

જુઓ તો ખરા ગુજરાતમાં કઈ હદે પહોંચી અંધશ્રદ્ધા

point

રાજકોટમાં મહિલા જે થયું તે જાણીને હચમચી જશો

point

પરિણીતાએ ફરિયાદ નોંધાવતા ભૂવાની ધરપકડ

Rajkot Crime News : રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી પરિણીતા દ્વારા ગોંડલના 75 વર્ષીય રતના ડાભી નામના ભૂવા વિરુદ્ધ આઈપીસી 354 એ, 508, 509 તેમજ પોકસો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો છે. 75 વર્ષીય ભૂવાએ પરિણીતાને કહ્યું હતું કે 'નડતર દૂર કરવા માતાજીનું કાર્ય કરવું પડશે, જે માટે તારે અને તારી પુત્રીએ શરીર સંબંધ બાંધવા પડશે.' જેને લઈને પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ભૂવાની ધરપકડ કરી લીધી છે.

ભૂવાએ કરી અઘટિત માંગણી

 

રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી પરિણીતા પાસે ગોંડલના 75 વર્ષીય વૃદ્ધ રતના ડાભી દ્વારા અઘટિત માંગણી કરવામાં આવી હતી. પરિણીતાની 17 વર્ષીય પુત્રીનો મગજ ખૂબ જ ગરમ રહેતો હતો અને પરિણીતા તેના પતિથી અલગ રહેતી હતી. જેના કારણે થોડા સમય પહેલા તે રતના ડાભી નામના ભૂવાના સંપર્કમાં આવી હતી. પોતાની જાતને ભૂવા તરીકે ઓળખાવનારા ડાભીએ પરિણીતાને કહ્યું હતું કે, 'તમારી ઉપર કોઈ વશીકરણ કરી નાખ્યું છે. જો તેમાંથી મુક્તિ મેળવવી હોય તો તમારે એક વિધિ કરાવવી પડશે. જે માટે તમારે રૂપિયા 15000 અને તમારી પુત્રીના રૂપિયા 6,000 આપવા પડશે. એટલું જ નહીં તમારે અને તમારી પુત્રીએ મારી સાથે શરીર સુખ બાંધવાથી તમામ તકલીફો પણ દૂર થઈ જશે.'

 

ADVERTISEMENT

મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ 

 

ત્યારે સમગ્ર મામલે પરિણીતાએ પોલીસનો સંપર્ક સાધી પોતાની આપવીતી જણાવતા હાલ ભૂવાને ભક્તિનગર પોલીસ દ્વારા ભૂવાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગત અનુસાર શુક્રવારના રોજ ભૂવા રતના ડાભી ગોંડલથી રાજકોટ મહિલાના ઘરે આવ્યો હતો. ભૂવાના આગમનથી તમામ કષ્ટ દૂર થઈ જશે તેવું પરિણીતાને લાગી રહ્યું હતું. પરંતુ ભૂવા દ્વારા અભદ્ર માગણી કરવામાં આવતા મહિલા ચોંકી ઉઠી હતી. ત્યારબાદ તેણીએ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.

 

ADVERTISEMENT

પોલીસે ભૂવાની ધરપકડ કરી તપાસ હાથ ધરી 

 

હજુ પણ સમાજમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ ખૂબ જોવા મળે છે. લોકો અંધશ્રદ્ધામાં માને છે જેને કારણે આવા ઢોંગી ભૂવાઓ પોતાના ખિસ્સા ભરે છે અને અંધશ્રદ્ધાનો ફાયદો ઉઠાવી હવસ સંતોષવાના પ્રયાસ કરે છે. હાલ ભક્તિનગર પોલીસે ભૂવાની વધુ તપાસ હાથ ધરી છે. જેમાં આ ઢોંગી ભૂવાએ અગાઉ પણ શું આ રીતે કોઈ મહિલાને ભોગ બનાવી છે કે કેમ તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

ADVERTISEMENT


(રિપોર્ટઃ રોનક મજિઠિયા, રાજકોટ)

    follow whatsapp

    ADVERTISEMENT