ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રીનો અનોખો ઇતિહાસ, 5 CM મળ્યા પરંતુ કોઈએ ટર્મ ન કરી પૂરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નિકેત સંઘાણી, અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારી ચાલી રહી છે. ગુજરાતની રાજનીતિમાં કહરવામાં આવે છે કે જ્ઞાતીવાદ નથી ચાલતો પરંતુ દરેક પક્ષ જ્ઞાતી સમીકરણોને કેન્દ્રમાં રાખીને જ મુખ્યમંત્રીની કમાન સોંપવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો ગુજરાતને 5 પાટીદાર મુખ્યમંત્રી મળ્યા છે. પરંતુ આ 5 મુખ્યમંત્રી માંથી એક પણ મુખ્યમંત્રી 5 વર્ષની ટર્મ પૂરી નથી કરી શક્યા. જ્યારે ચીમનભાઈ પટેલ પોતાની ટર્મ દરમિયાન મૃત્યુ પામ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રીના ઇતિહાસ પર નજર કરવામાં આવે તો ગુજરાતમાં સરકાર 5 વર્ષ રહી છે પરંતુ વિધાનસભાની ટર્મ જે 5 વર્ષની છે તે પૂર્ણ કરી નથી તેમાં પાટીદાર તમામ મુખ્યમણત્રીનો સમાવેશ થાય છે. જેમાં ચીમનભાઈ પટેલ જે ચાલુ ટર્મમાં અવસાન પામ્યા હતા. ચાલુ ટર્મમાં અવસાન પામનાર આ બીજા મુખ્યમંત્રી છે. આ પહેલા રાજ્યના બીજાનંબરના મુખ્યમંત્રી બળવંતરાય મહેતા ચાલુ ટર્મમાં પ્લેન અકસ્માતમાં અવસાન પામ્યા હતા. ગુજરાતના પાટીદાર મુખ્યમંત્રીની વાત કરવામાં આવે તો ચીમનભાઈ પટેલ, બાબુ જસભાઈ પટેલ, કેશુભાઈ પટેલ, આનંદીબેન પટેલ, ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના પાટીદાર મુખ્યમંત્રી બની ચૂક્યા છે.

પાટીદાર મુખ્યમંત્રી અને કાર્યકાળ 

ADVERTISEMENT

  • ચીમનભાઈ પટેલ- વર્ષ 1973 -1974, વર્ષ 1990- 1994
  • બાબુ જસભાઈ પટેલ- વર્ષ 1975- 76, વર્ષ 1977- 80
  • કેશુભાઈ પટેલ- વર્ષ 1995, વર્ષ 1998- 2001
  • આનંદીબેન પટેલ- વર્ષ  2014 – 2016
  • ભૂપેન્દ્ર પટેલ- વર્ષ 2021- 2022

આ કારણે આપ્યું રાજીનામું
ગુજરાતમાં પાટીદાર મતદારોના દબદબા વચ્ચે 5 મુખ્યમંત્રી બન્યા છે. જેમાંથી ચીમનભાઈ પટેલ, બાબુ જસભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ તો બેવાર મુખ્યમંત્રી બન્યા છતાં પણ  એક ટર્મ પૂર્ણ ન કરી શક્યા. ઈતિહાસ જોઈએ તો કોઈ પાટીદાર મુખ્યમંત્રી વિવિધ કારણોસર મુદત પૂરી ન કરી શક્યા. બાબુભાઈને કટોકટી નડી, ચીમનભાઈને પહેલી વખત નવનિર્માણ આંદોલન નડ્યું, બીજી વખત મુખ્યમંત્રીકાળ દરમિયાન જ તેમનું અવસાન થયું હતું, તો કેશુભાઈ પટેલને એક વખત ભાજપના બળવાખોરોએ ઊથલાવ્યા, તો બીજી વખત દિલ્હીમાં બેઠેલા હાઇકમાડે રાજીનામું માગી લઈ તેમને સત્તા પરથી દૂર કર્યા. આનંદીબેન પટેલે ઉંમરનું બહાનું આપ્યું હતું, પરંતુ તેમને તેમના સમાજનું જ પાટીદાર અનામત આંદોલન નડી ગયું હતું અને તેમની CM ખુરશીનો ભોગ લીધો.

    follow whatsapp

    ADVERTISEMENT