વડોદરાના કરજણમાં બે માળનું મકાન ધરાશાયી થયું, ત્રણ લોકોનો લેવાયો ભોગ, હજુ કેટલા દટાયા ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિગ્વિજય પાઠક, વડોદરાઃ કરજણ વિસ્તારમાં બે માળનું મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કુલ ત્રણ શ્રમિકના મોત થયા છે. તો પાંચ જેટલા શ્રમિકો દટાયા હોવાની માહિતી સામે આવી છે. મૃતકો પંચમહાલના ગોધરાના હોવાની માહિતી સામે આવી છે. આ દૂર્ધટનામાં મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

બે માળનું મકાન ધરાશાયી થતા ત્રણના મોત
વડોદરાના કરજણ વિસ્તારમાં બામણગામમાં બે માળનું મકાન ધરાશાયી થતા તેમાં 5 લોકો દટાયા હોવાની માહિતી સામે આવી હતી. હાલ આ ઘટનામાં કુલ 3  વ્યક્તિનું મૃત્યુ થયું છે.કાટમાળમાં દટાવાના કારણે એક શ્રમિકનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું હતું તો અન્ય બે શ્રમિકોનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો. હાલ બામણગામમાં રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. પ્રાપ્ત વિગતો અનુસાર કરજણના બાણગામમાં પટેલ ફળિયામાં જીતેન્દ્રભાઈ પટેલની માલિકીનું મકાન ધરાશાયી થયું છે. આ મકાનની રિનોવેશનની કામગીરી ચાલતી હતી અને એ વખતે જ દૂર્ઘટના સર્જાઈ જેમાં હાલ મળતી માહિતી પ્રમાણે 3 વ્યક્તિનો ભોગ લેવાયો છે. આ ઘટનામાં કુલ પાંચ  શ્રમિક દટાયા હતા. કરજણ પોલીસ અને મામલતદારની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ આ ઘટનામાં રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે.

મકાનની રિનોવેશન કામગીરી ચાલી રહી હતી
મકાનના રિનોવેશનનું કામ કરતા આ ત્રણેય શ્રમિકો પંચમહાલના ગોધરાના હોવાની જાણકારી મળી રહી છે. ચીમન જોરુ રાઠવા,રમેશ રામજી બારીયા અને રાજુ નવલસિંહ નાયક નામના શ્રમિકો કામ કરતા હતા એ વખતે મકાન ધરાશાયી થતા રાજુ નવલસિંહ નાયકનું ઘટનાસ્મૃથળ પર જ મૃત્યું થયું હતું. અન્ય બે મૃતકો અંગે જાણકારી સામે આવી હતી. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

ADVERTISEMENT

અગાઉ ભાવનગરમાં મકાન થયું હતું ધરાશાયી
થોડા સમય પહેલા ભાવનગરમાં પણ ભાદેવાની શેરીમાં મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી ત્યારે મકાનના કાટમાળમાં કુલ ત્રણ લોકો દબાયા હતા. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા તુરંત જ ફાયર વિભાગની ટીમ ગોરી ફળિયામાં પહોંચી હતી અને મૃતકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. તો કાટમાળમાં દટાઈ ગયેલા ત્રણ વ્યક્તિમાંથી બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યાં હતાં અને એક યુવતીનો મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તોને 108 મારફતે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT