લો બોલો..! હિંમતનગર સિવિલ હોસ્પિટલમાંથી ચોર એમ્બ્યુલન્સ જ ઉઠાવી ગયો, પછી જે થયું તે જાણીને ચોંકી જશો
Himmatnagar News: અત્યાર સુધી આપણે બાઈક, કાર કે અન્ય નાના-મોટા વાહનોની ચોરી થયા હોવાની વાતો સાંભળી હશે. પરંતુ હિંમતનગરમાં એક અનોખી ઘટના સામે આવી છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સની ચોરી
અજાણ્યો ઇસમ 15 મિનિટમાં એમ્બ્યુલન્સ ચોરી કરી ગયો
હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચાલકે નોંધાવી ફરિયાદ
Himmatnagar News: અત્યાર સુધી આપણે બાઈક, કાર કે અન્ય નાના-મોટા વાહનોની ચોરી થયા હોવાની વાતો સાંભળી હશે. પરંતુ હિંમતનગરમાં એક અનોખી ઘટના સામે આવી છે. હિંમતનગરમાં એક આખે આખી એમ્બ્યુલન્સની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. જોકે, ફરિયાદના આધારે પોલીસે ગણતરીની કલાકોમાં જ એમ્બ્યુલન્સને વેજલપુરથી ઝડપી પાડી હતી.
રવિવારે એમ્બ્યુલન્સની થઈ હતી ચોરી
પ્રાપ્ત વિગતો અનુસાર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની નવી સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વિભાગની સામે રવિવારે સવારે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે એમ્બ્યુલન્સ પાર્ક કરી હતી. જોકે, થોડા સમય બાદ ડ્રાઈવરે જોયું તો એમ્બ્યુલન્સ ગાયબ થઈ ગઈ હતી. જેથી તેણે હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા.
વધુ વાંચો....Mahisagar: ઈમરજન્સી સેવા આપતી 108 Ambulance જ પડી 'બીમાર', મારવા પડ્યા ધક્કા
ડ્રાઈવરે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
જેમાં એક અજાણ્યો ઈસમ પાર્ક કરેલી એમ્બ્યુલન્સ 15 મિનિટમાં ચોરી કરીને લઈ જતો જોવા મળ્યો હતો. જે બાદ ડ્રાઈવર શરદ બોડાત હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો અને ચોરીનો અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધાવ્યો હતો. એમ્બ્યુલન્સના ચાલકની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
ADVERTISEMENT
વધુ વાંચો....Gujarat Weather: ગુજરાતના આ જિલ્લાઓમાં ખાબકશે કમોસમી વરસાદ, અંબાલાલ અને પરેશ ગોસ્વામીની આગાહી
પોલીસે વેજલપુરથી ઝડપી પાડી એમ્બ્યુલન્સ
જે બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ અને જીપીએસ સિસ્ટમથી એમ્બ્યુલન્સને વેજલપુરથી ઝડપી પાડી હતી. હાલ પોલીસે એમ્બ્યુલન્સ હોસ્પિટલને પરત સોંપી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ઈનપુટઃ હસમુખ પટેલ, હિંમતનગર
ADVERTISEMENT
ADVERTISEMENT