BREAKING: મહારાષ્ટ્રમાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર બસમાં લાગી ભયંકર આગ, 25 યાત્રિકો જીવતા ભૂંજાયા
પુણે: મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, નાગપુરથી મુંબઈ તરફ જઈ રહેલી બસને બુલઢાણાના સિંદખેડમાં રાજા…
ADVERTISEMENT
પુણે: મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, નાગપુરથી મુંબઈ તરફ જઈ રહેલી બસને બુલઢાણાના સિંદખેડમાં રાજા શહેર નજીક સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ સિટી લિંક ટ્રાવેલ્સની બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બસ સંપૂર્ણ ખાખ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં 25 મુસાફરોના મોત થયા છે. હાલ ફાયર બ્રિગેડની ટીમે બસમાં લાગેલી આગને કાબૂમાં લીધી છે.
બુલઢાના એસપી સુનીલ કડાસેનરે પીટીઆઈને જણાવ્યું કે પ્રાથમિક માહિતી મુજબ બસનું ટાયર અચાનક ફાટ્યું, જેના પછી ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો, જેના પછી બસ એક પોલ સાથે અથડાઈ. આ પછી તે ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેમાં તરત જ આગ લાગી ગઈ હતી. લોકોને બસમાંથી ઉતરવાની તક મળી ન હતી. કોઈક રીતે માત્ર થોડા લોકો જ બસમાંથી બહાર નીકળી શક્યા હતા.
બીજી તરફ બુલઢાણાના એસપી સુનીલ કડાસેનરે જણાવ્યું કે આ દુર્ઘટના મોડી રાત્રે લગભગ 2 વાગે થઈ હતી. અકસ્માત સમયે બસમાં 33 મુસાફરો હતા, જેમાં 25 લોકોના મોત થયા હતા, જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બસનો ડ્રાઈવર સુરક્ષિત છે. અકસ્માતના કારણે માર્ગ અવરોધાયો હતો. હાલમાં ટ્રાફિક પોલીસ વહેલી તકે એક્સપ્રેસ વેને પુન: શરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે.
ADVERTISEMENT
અકોલાથી પુણેની બસ પલટી ગઈ
15 મુસાફરો ઘાયલ મહારાષ્ટ્રના અકોલામાં મોડી રાત્રે બસ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, પૂણે જઈ રહેલી બસ અકોલાના અકોટ શેગાંવ રોડ પર અચાનક પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 15 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ, અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોની મદદથી પોલીસે તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા તેમને સિવિલ હોસ્પિટલ અને અકોલાની ખાનગી ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
ADVERTISEMENT