મહુવા ભાવનગર હાઇવે પર ટ્રક અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગર: રાજ્યમાં અકસ્માતની ઘટના છાસવારે બની રહી છે. ત્યારે એક બેદરકારી લોકોના જીવ લઈ રહી છે. આ દરમિયાન મહુવા ભાવનગર હાઇવે પર સવારના સમયે ટ્રક અને ઓટોરિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે શિક્ષિકા સહિત ઓટો રીક્ષા ચાલક ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ કાફાલો સ્થળ પર દોડી ગયો હતો.

રાજ્યમાં ધોરી માર્ગો હવે મોતના માર્ગો બની રહ્યા છે. ત્યારે આજે મહુવામાં રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 3 ના મોત થયા છે. રિક્ષમાં સવાર બંને શિક્ષીકા શાળા પર જઈ રહ્યા હતા ત્યારે આ દરમિયાન ટ્રક સાથે અકસ્માત થતાં રિક્ષા ચાલક અને બંને શિક્ષીકાના ઘટના સ્થળે જ મોત થયા છે.

જીજ્ઞાબેન ધામી ઉંમર વર્ષ 45 અને આરજુબેન જહીરભાઈ જલાલી ઉંમર વર્ષ 42  પોતાના ઘરેથી પોતાની ફરજ બજાવવા હનુમંત સ્કૂલ ખાતે જવા માટે રિક્ષા લઈ રવાના થયા હતા .  હાઇવે પર આવેલા ઉમણીયાવદર નજીક સામેથી આવી રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ચીચીયારીઓ આજુબાજુના ગામમાં ગુંજી ઉઠી હતી અને ઓટો રીક્ષામાં સવાર બે શિક્ષિકા સહિત ઓટો રીક્ષા ચાલકના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

ADVERTISEMENT

પોલીસે તપાસ હાથ ધરી
અકસ્માતની જાણ પોલીસને થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ જરી હતી.  અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અકસ્માત અંગે મહુવા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: ગુજરાતના નવા DGPના નામની આજે થશે જાહેરાતઃ આશિષ ભાટીયા થશે કાલે નિવૃત્ત

ADVERTISEMENT

શાળા પર જઈ રહ્યા હતા બંને શિક્ષિકાઓ
મહુવાના ભાદરોડ ઝાપા પાસે રહેતા અને મહુવા સોસાયટીમાં રહેતી બંને શિક્ષિકાઓ હનુમંત સ્કૂલ ખાતે પોતાની ફરજ બજાવવા માટે ઘર નજીકથી ઓટો રિક્ષામાં સવાર થયા હતા. આ  દરમિયાનમાં મહુવા સોમનાથ હાઇવે પર ટ્રક સાથે અકસ્માત સર્જાતા રીક્ષા ચાલક સહિત બંને શિક્ષિકાના પણ મોત નિપજ્યા હતા.

ADVERTISEMENT

વિથ ઈનપુટ: નીતિન ગોહિલ, ભાવનગર

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT