અમદાવાદને માથે યશકલગી, સતત ત્રીજા વર્ષે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવીને અનોખી હેટ્રિક નોંધાવી

ADVERTISEMENT

Amc
Amc
social share
google news

અમદાવાદ: અમદાવાદ શહેર દિવસે ને દિવસે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે અમદાવાદને વધુ એક યશકલગી મળી છે. અમદાવાદે સતત ત્રીજા વર્ષે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવીને અનોખી હેટ્રિક નોંધાવી છે. અમદાવાદ શહેરને બેસ્ટ હેરિટેજ સિટી અને બેસ્ટ હેરિટેજ વોક એમ બે રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરને બેસ્ટ હેરિટેજ સિટી અને બેસ્ટ હેરિટેજ વોક એમ બે રાષ્ટ્રીય પુરસ્કારો મળતા અમદાવાદે સતત ત્રીજા વર્ષે રાષ્ટ્રીય પુરસ્કાર મેળવીને અનોખી હેટ્રિક નોંધાવી છે. ગઇકાલે દિલ્હીમાં વિશ્વપ્રવાસન દિવસની ઉજવણીના કાર્યક્રમમાં અમદાવાદ શહેરને બે રાષ્ટ્રીય પુરસ્કારો અર્પણ કરવામાં આવ્યા છે. અમદાવાદના મેયર કિરીટ પરમાર અને સી.આર.ખરસાણે આ પુરસ્કારો સ્વીકાર્યા હતા. અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયા બાદ, મહાનગરપાલિકા દ્વારા શહેરના હેરિટેજ મૂલ્યો ધરાવતાં સ્થળો, ઇમારતો, માળખાઓના જાળવણીની કામગીરી સઘન બનાવવામાં આવી છે. એવી જ રીતે રીસ્ટોરેશન કે જાળવણી જેવી કામગીરી માટે વિષય નિષ્ણાંતો દ્વારા જરૂરી ટેકનિકલ માર્ગદર્શનની સુવિધા પણ અપાય છે.

AMC એ ટ્વિટ કરી આપી માહિતી
આપણાં અમદાવાદને નામ વધુ એક સિદ્ધિની યશકલગી. આપણાં અમદાવાદે સતત ત્રીજા વર્ષે ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના નેશનલ ટુરિઝમ એવોર્ડમાં બેસ્ટ હેરિટેજ સિટી અને બેસ્ટ હેરિટેજ વોકના એવોર્ડ મેળવીને અનોખી હેટ્રીક નોંધાવી છે ત્યારે સૌ અમદાવાદવાસીઓને ગૌરવની આ ક્ષણે અઢળક અભિનંદન.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT