મધ્યપ્રદેશથી ગુજરાત દર્શનાર્થે આવેલ ખાનગી બસને નડ્યો અકસ્માત, 35થી વધારે લોકો ઘાયલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દૂલ ગજ્જર, પંચમહાલ:  રાજ્યમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. અકસ્માતની ઘટનાઓમાં અનેક લોકોને ઈજાઓ પહોંચતી હોય છે કેટલાય પોતાના જીવ પણ ગૂમાવી દેતા હોય છે. અકસ્માતની આવી જ એક ઘટના પંચમહાલના ગોધરા પાસે બની છે. ધાર્મિક દર્શનાર્થે જતા લોકો સાથે અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં અંદાજે  35થી વધારે લોકો ઘાયલ થયા છે.

વિગતવાર વાત કરીએ તો, ગોધરાના અમરાપુરા પાસે ખાનગી બસનો અકસ્માત થયો જેમાં 50 જેટલા મુસાફરો સવાર હત. જાણવા મળતી માહિતી પ્રમાણે 35થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ તો તમામ મુસફરોને ગોધરાની સિવિલ હૉ઼સ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. તમામની તાત્કાલિક ધોરણે સારવાર ચાલી રહી છે. ઈજાગ્રસ્તોને 7 જેટલી 108 મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

મધ્ય પ્રદેશના સિંગવાડા ગામ તેમજ તેની આસપાસના પરિવારના લોકો દ્વારકા તેમજ અન્ય ધાર્મિકસ્થળે દેવી દેવતાઓના દર્શન કરવા માટે નીકળ્યા હતા.એમપીની આ બસમાં સવાર 50થી વધૂ લોકો 11તારીખથી જ નીકળ્યા હતા જે આજે સવારે ડાકોર મંગળાના દર્શન કરી ગોધરા તરફ જવા માટે રવાના થયા હતા. ત્યારે અંદાજે 10 વાગ્યાની આસપાસ ગોધરાથી 10કિલોમીટરની આસપાસ અમરાપુર પાટિયા પાસે બસ ખાડામાં પલટી ખાઈ જતાં 35થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT