રાણાવાવ અનાજ કૌભાંડ મામલે અંતે નોંધાઇ પોલીસ ફરિયાદ, ઓડીટ દરમિયાન અંદાજે 1 કરોડનુ કૌભાંડ ઝડપાયું
પોરબંદર: રાણાવાવના સરકારી અનાજના ગોડાઉનમાં અંદાજે એક કરોડના અનાજના જથ્થાની ઘટ આવ્યાનું જણાતા આ અંગે પુરવઠા અધિકારીઓએ ગાંધીનગર પુરવઠા વિભાગને, આ અંગે રિપોર્ટ સોંપ્યો છે. …
ADVERTISEMENT
પોરબંદર: રાણાવાવના સરકારી અનાજના ગોડાઉનમાં અંદાજે એક કરોડના અનાજના જથ્થાની ઘટ આવ્યાનું જણાતા આ અંગે પુરવઠા અધિકારીઓએ ગાંધીનગર પુરવઠા વિભાગને, આ અંગે રિપોર્ટ સોંપ્યો છે. આ ગોડાઉનને સીલ કરી દેવાયું છે. રાણાવાવના સરકારી ગોડાઉનમાં ગાયબ થયેલ આ અનાજ જથ્થો અંત્યોદય રેશનકાર્ડ ધારકોને આપવાનો હતો. આ ઘટનાને લઈને અંતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
રાજ્યમાં રાણાવાવ સરકારી અનાજના ગોડાઉનમાં એક કરોડના અનાજનાનો પુરવઠો ગાયબ થયો છે. રાણાવાવમાં આવેલ પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી ઓડિટ દરમિયાન ઘઉં, ચોખા અને ખાંડના હજારો કટ્ટાના આંકડાનો હિસાબ માંડવામાં આવતા અંદાજે એકાદ કરોડ રૂપિયાનો જથ્થો બારોબાર પગ કરી ગયો હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં 12 શખ્સો સામે નોંધાઇ ફરિયાદ
મેનેજર ફરાર થયો
ગુજરાત રાજય નાગરીક પુરવઠા વિભાગના આ ગોડાઉનમાં મોરબી, રાજકોટ, ભાવનગર સહિતની પુરવઠા વિભાગની ટીમોએ સ્ટોકની તપાસ કરી હતી. ત્યારબાદ કેટલાક નિવેદનો લેવામાં આવ્યા હતા. આ દરમિયાન તેનો મેનેજર ગાયબ થઇ ગયો હતો.
ADVERTISEMENT
ગોડાઉન સીલ કરવામાં આવ્યું
અનાજનો જથ્થો બારોબાર પગ કરી ગયો હોવાનું સામે આવતા આ ગોડાઉનને ‘સીલ’ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે સીસીટીવી હોવા છતાં કઈ અનાજ ગુમ થયું તે અંગે અનેક પ્રશ્ન ઉભા થયા છે. હવે રાણાવાવના અનાજ કૌભાંડ મામલે અંતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. રાણાવાવ પોલીસ સ્ટેશનમાં એક સાથે 12 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
વિથ ઈનપુટ, અજય શીલુ, પોરબંદર
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT