પાટણમાં હિટ એન્ડ રનની દર્દનાક ઘટના, દીકરીને ઘરે જતા દંપતીનું ઘટનાસ્થળે મોત

Parth Vyas

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિપિન પ્રજાપતિ/ પાટણઃ શહેરમાં શોકિંગ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. પાટણમાં ઊંઝા ત્રણ રસ્તા નજીક સિદ્ધપરુ પાસે જવાના હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. એક નંબર પ્લેટ વિનાના વાહને દંપતીને જોરદાર ટક્કર મારી હતી. આ દરમિયાન ઘટનાસ્થળ પર જ દંપતીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત કરનાર શખસની પણ ઈલેક્ટ્રિક સિમેન્ટ પોલ સાથે ટક્કર થઈ ગઈ હતી. આના કારણે તે ઘટનાસ્થળે જ પોતાની ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો.

સોસાયટી બહાર નીકળતા જ દંપતી મોતને ભેટ્યું..
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે દંપતી શાંતિનાથ સોસાયટીમાંથી બહાર નીકળ્યું હતું. ત્યારે નંબર પ્લેટ વિનાના વાહને જોરદાર ટક્કર મારી દીધી હતી. આના કારણે ઘટનાસ્થળે જ તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જોકે આ અકસ્માત પાટણ શહેરના ઊંઝા ત્રણ રસ્તા નજીક સિદ્ધપુર તરફના હાઈવે માર્ગ પરથી પુરઝડપે આવી રહેલા કાર ચાલકના કારણે થયો હતો. તેણે બેદરકારી પૂર્વક કાર ચલાવી એમાં દંપતીએ જીવ ગુમાવ્યા છે.

અકસ્માત પછી ચાલક ફરાર
દંપતીને જોરદાર ટક્કર માર્યા પછી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. ચાલક આ અકસ્માત પછી વિજળીના પોલ સાથે અથડાયો હતો. જ્યાં તે પોતાનું વાહન મુકીને ફરાર થઈ ગયો હતો. રાત્રે બનેલાં આ અકસ્માતની જાણ પાટણ 108 સહિત પોલીસ તંત્રને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.આની સાથે મૃતકના પરિવારજનોને જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચતા વાતાવરણમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

ADVERTISEMENT

પોલીસે તપાસ શરૂ કરી…
પોલીસે આ અકસ્માત મામલે મૃતકના જમાઈ અને શહેરના હાઈવે વિસ્તારમાં આવેલા બંસી કાઠીયાવાડી સામે શિવ ડુપ્લેક્ષમાં રહેતા સતિષભાઈ ઠક્કરની ફરિયાદનાં આધારે વાહન ચાલક સામે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT