મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સુરક્ષામાં જોવા મળી મોટી ચૂક, ડ્રોન સાથે વ્યક્તિ સ્ટેજ નજીક પહોંચ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ વડોદરા ખાતે કમાટી બાગમાં આયોજિત બાળમેળાના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. ત્યારે સ્ટેજ પાસે જ અચાનક એક ડ્રોન ઉડતું આવ્યું  હતું.  ત્યારે આ ઘટનાને લઈ સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક ડ્રોન કેમેરા સાથે એક વ્યક્તિને અટકાવિ દેવામાં આવ્યો છે. અને પૂછપરછ હાથ ધરવાંમાં આવી છે.

વડોદરામાં આવેલાં કમાટીબાગ ખાતે બાળ મેળાનો કાર્યક્રમ યોજાયો હતો.  ત્યારે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહયા હતા. ત્યારે   બાળમેળાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક જોવા મળી. મુખ્યમંત્રીના સ્ટેજ પાસે જ પોલીસ મંજૂરી વગર ડ્રોન કેમેરા ઉડાડવા લાગ્યાં. પોલીસના ચેકીંગ વગર જ ડ્રોન કેમેરા સાથે એક ઈસમ સ્ટેજ પાસે પહોંચી ગયો હતો.

મંજૂરી વગર ઉડાવ્યું ડ્રોન 
કોર્પોરેશનની શિક્ષણ સમિતિ દ્વારા ફોટો વિડિઓનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો.  સી.એમ આવ્યા જ્યાં ડ્રોન કેમેરા થી શૂટિંગ થતું હતું તે પોલીસે અટકાવ્યું હતું. ત્યારે  ડ્રોન ચલાવતા કેમેરામેન દ્વારા પોલીસ મંજૂરી ન લીધી હોવાથી કરાઈ પૂછપરછ. હજુ સુધી ડ્રોન ચલાવનાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સી.એમ સિક્યુરિટી એ ડ્રોન કેમેરા થી શૂટ કરનાર ને અટકાવી  પૂછપરછ કરવામાં આવી છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: લલીત કગથરાએ ધારાસભ્ય દુર્લભજી દેથરીયા પર લગાવ્યો ગંભીર આરોપ કહ્યું, ઉમેદવારી ફોર્મમાં મિલકતો છુપાવી

વ્યક્તિની કરવામાં આવી પૂછપરછ
હાલ પોલીસ દ્વારા   વ્યક્તિને અટકાવી દેવામાં આવ્યો  છે અને ડ્રોન પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે. ત્યારે આ ઘટનાને લઈ પોલીસ દ્વારા વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી છે. ગૃહ વિભાગ પણ આ બાબતે તપાસ કરશે કે આવી ચૂક કેવી રીતે આવી. આટલા ચુસ્ત બંધઓબસ્ત વચ્ચે આવી ઘટના બનતા વડોદરા પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આગામી શું પગલાં લેવાશે તે જોવું રહ્યું.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT