આખડોલથી થર્ટી ફર્સ્ટ પહેલાજ મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો, રાજકીય આગેવાનના પતિએ મંગાવ્યો હતો દારૂ
હેતાલી શાહ, ખેડા: ગુજરાતમાં આમ તો દારૂ બંધી છે. પરંતુ અનેક જગ્યાએથી દારૂ પકડાવાનો સિલસિલો સતત શરૂ છે. ત્યારે 31 ડિસેમ્બર નજીક આવતા આવતા અનેક…
ADVERTISEMENT
હેતાલી શાહ, ખેડા: ગુજરાતમાં આમ તો દારૂ બંધી છે. પરંતુ અનેક જગ્યાએથી દારૂ પકડાવાનો સિલસિલો સતત શરૂ છે. ત્યારે 31 ડિસેમ્બર નજીક આવતા આવતા અનેક જગ્યાએથી દારૂ પકડાઈ રહ્યો છે. અનેક જગ્યાએ દારૂની મહેફિલની તૈયારી શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન 31 ડિસેમ્બરના આગળ દિવસે ખેડા જિલ્લામાંથી મોટી માત્રામાં દારૂ ઝડપાયો છે. રાજકીય આગેવાનના પતિએ મંગાવ્યો હતો દારૂ.
A large quantity of was seized from Akhdol before the 31st, the husband of a political leader had ordered the
31 ડિસેમ્બરની તૈયારી જોરશોર થી ચાલી રહી છે. આ દરમિયાન એક બાદ એક જગ્યાથી દારૂની હેરાફેરી પકડવામાં આવી રહી છે. આ દરમિયાન થર્ટી ફર્સ્ટના એક દિવસ પહેલા ખેડા જિલ્લા માં મોટી માત્રા માં વિદેશી દારૂ ઝડપાયો છે. ખેડા જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ અને આખડોલ ગામના પૂર્વ સરપંચ પ્રફુલ પરમાર ઉર્ફે સ્વામીનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પ્રફુલ્લ પરમાર ઉફ્રે સ્વામી હાલ ફરાર. ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ ની ટીમે ખેડા જિલ્લા માંથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડયો છે.
17 લાખ 32 હજારનો મુદામાલ કબજે કર્યો
નડિયાદ તાલુકા ના આખડોલ માંથી લાખો રૂપિયાની કિંમતના વિદેશી દારૂ સાથે વિજિલન્સની ટીમે એક વ્યક્તિ ની કરી ધરપકડ, અન્ય 5 આરોપી ઓ ફરાર થયા છે. કુલ રૂપિયા 12 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપાયો છે. આ સાથે એક ટ્રેક્ટર તથા ટ્રોલી મળી કુલ રૂપિયા 17લાખ 32 હજારનો મુદામાલ કબજે કર્યો છે.
ADVERTISEMENT
6 આરોપી સામે નોંધાયો ગુનો
31 ડિસેમ્બરની આગળ દિવસે સ્ટેટ વિજિલન્સ ની ટીમે ખેડા જિલ્લામાંથી દારૂ ઝડપી પડ્યો છે. જેમાં કુલ 6 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો, જ્યારે 1 આરોપી પોલીસની ગિરફતમાં છે. જ્યારે પ્રફુલ ઉર્ફે ઉમેદ પરમાર, અતુલ ઉર્ફે ભુરીયો રાજુભાઈ પરમાર, ચંદ્રકાંત ઉર્ફે લાલો સોની, સુનિલ પરમાર અને દસો પરમાર હાલ ફરાર છે. બુટલેગર હિતેશ કનુભાઈ પરમારની ધરપકડ કરવામાં આવી છે.
મહત્વની વાત એ છે કે, આરોપીઓમાં દારૂનો જથ્થો મંગાવનાર વોન્ટેડ આરોપી પ્રફુલ ઉર્ફે સ્વામી ઉમેદભાઈ પરમાર છે તે ગામનો માજી સરપંચ છે અને તેની પત્ની જિલ્લા પંચાયત સભ્ય છે ત્યારે પ્રોહીબીશનના કેસમાં તેમના નામ બહાર આવતાં અનેક અટકળોએ જોર પકડ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT