નવસારીમાં બહુમાળી બિલ્ડિંગના ઘરમાં લાગી આગ, ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ઘટનાસ્થળે
નવસારીઃ સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં આવેલી શાંતિનિકેતન-1 બહુમાળી બિલ્ડિંગમાં પાંચમા માળે આગ લાગી ગઈ છે. અત્યારે ઘરમાં આગ લાગતા આસપાસ અફરા તફરીનો માહોલ સર્જાયો છે. એટલું…
ADVERTISEMENT
નવસારીઃ સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં આવેલી શાંતિનિકેતન-1 બહુમાળી બિલ્ડિંગમાં પાંચમા માળે આગ લાગી ગઈ છે. અત્યારે ઘરમાં આગ લાગતા આસપાસ અફરા તફરીનો માહોલ સર્જાયો છે. એટલું જ નહીં આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાઓના કારણે ફાયર બ્રિગેડની ટીમેને જાણ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે અત્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનું કામ શરૂ કરી દીધું છે.
પાંચમા માળે આગ લાગી
અત્યારે રાજ્યમાં આગ લાગવાની ઘટના અવાર નવાર સામે આવતી રહે છે. ત્યારે નવસારી શહેરમાં આવેલા સેન્ટ્રલ બેન્ક વિસ્તાર પાસે એક બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગી ગઈ છે. શાંતિનિકેતન-1 નામની બિલ્ડિંગમાં પાંચમા માળે ઘરમાં આગ લાગતા અફરા તફરી સર્જાઈ ગઈ છે. અત્યારે અહીં હજુ વિગતો સામે આવી નથી કે બિલ્ડિંગમાં કેટલા લોકો ફસાયા છે અને એની શું સ્થિતિ છે. આ અંગે જાણકારી મેળવવાના સતત પ્રયાસો ચાલી રહ્યા છે.
ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ઘટનાસ્થળે
નોંધનીય છે કે ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી. આગ લાગતાની સાથે જ બિલ્ડિંગમાં અફરા તફરી સર્જાઈ અને ફાયર બ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અહીં 3 ગાડીઓ અત્યારે આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. જ્યારે બીજી બાજુ ધુમાડાના કાળા વાદળો આસપાસના વિસ્તારોમાં ઉઠતા નજરે પડ્યા છે.
ADVERTISEMENT
With Input: રોનક જાની
ADVERTISEMENT