હેરાફેરી: એમ્બ્યુલન્સમાં દર્દી નહીં પરંતુ મળી આવી 2000ની નકલી નોટ, જાણો શું છે મામલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજય રાઠોડ, સુરત: એક તરફ સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો તે જ દિવસે સુરત પોલીસે એમ્બ્યુલન્સમાંથી 2000 રૂપિયાની નકલી નોટોથી ભરેલા બોક્સ ઝડપી પડ્યા છે. સુરત પોલીસ પણ આ ઘટના જોઈ આચંબામાં પડી ગઈ છે. સામાન્ય રીતે એમ્બ્યુલન્સનો ઉપયોગ બીમાર કે જરૂરિયાતમંદ લોકોને હોસ્પિટલ લઈ જવા માટે કરવામાં આવે છે. પરંતુ અહીં એમ્બ્યુલન્સનો ઉપયોગ નકલી નોટો માટે થતો હતો. સુરત પોલીસને એમ્બ્યુલન્સમાંથી નકલી નોટના લગભગ 6 બોક્સ મળી આવ્યા છે.

ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રોડ શો કરીને જનસભાને સંબોધી હતી અને સાંજે સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાંથી સમાચાર આવ્યા હતા કે પોલીસે મોટી સંખ્યામાં નકલી નોટો ઝડપી પાડી છે. બે હજાર રૂપિયાની નકલી નોટો ઝડપાયાના સમાચાર ફેલાતા જ દરેક વ્યક્તિ એ જાણવાની કોશિશ કરી રહી હતી કે સમગ્ર મામલો શું છે? સુરત ગ્રામ્ય પોલીસના કામરેજ પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે અમદાવાદથી મુંબઈ જતી એમ્બ્યુલન્સમાં નકલી નોટોનો જંગી જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. કામરેજ પોલીસ સ્ટેશને બાતમી મળતાં જ હાઇવે પર એમ્બ્યુલન્સને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. બાતમીના આધારે કામરેજ પોલીસ સ્ટેશનની ટીમે હાઇવે પર આવેલી શિવ શક્તિ હોટલ પાસે એમ્બ્યુલન્સને રોકી દેવામાં આવી હતી.

1290 બંડલ મળી આવ્યા 
એમ્બ્યુલન્સની તપાસ કરતાં અંદરથી 6 બોક્સ મળી આવ્યા હતા. જેમાં બે હજાર રૂપિયાના 1290 બંડલ મળી આવ્યા હતા. જે 25 કરોડ 80 લાખ થાય છે. જે એમ્બ્યુલન્સમાંથી આ નોટ મળી આવી છે તેના પર દિકરી એજ્યુકેશન ટ્રસ્ટ મોટા વડાલા સુરત લખેલું છે. તેમજ ગૌ માતા રાષ્ટ્ર માતા પણ લખેલું છે. આ એમ્બ્યુલન્સમાંથી નકલી નોટોના બંડલ મળ્યાના સમાચાર મળતા જ સુરત ગ્રામ્ય એસપી હિતેશ જોયસર પોતે કામરેજ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

ADVERTISEMENT

નોટમાં આટલો તફાવત 
એમ્બ્યુલન્સમાંથી મળી આવેલી બે હજાર રૂપિયાની નોટો દૂરથી વાસ્તવિક બે હજારની નોટ જેવી લાગે છે, પરંતુ નજીકથી જોવામાં આવે છે કે આ નોટો પર રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાને બદલે રિવર્સ બેંક ઑફ ઈન્ડિયા અને માત્ર સિનેમાના શૂટિંગ માટેના ઉપયોગ માટે લખેલ હતું. એસપી હિતેશ જોયસરે જણાવ્યું હતું કે મૂળ જામનગરના હિતેશ પુરૂષોત્તમ કોટડિયા નામના એમ્બ્યુલન્સ ડ્રાઇવરની વધુ પૂછપરછ ચાલી રહી છે. નોટો ક્યાં છાપવામાં આવી હતી અને ક્યાં લઈ જવાની હતી. હાલમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને એફએસએલની ટીમને સાથે રાખીને પોલીસે તેની એફઆઈસીમાં ગણતરી કરવી જોઈએ કે નહીં તેની વિગતો માંગી છે. આ નોટો સાથે રાખવાનું કારણ શું હતું કારણ કે જો કોઈ ફિલ્મ બનાવવી હોય તો તેની સ્ક્રિપ્ટ પણ તૈયાર નથી અને તે પહેલા નોટો ગોઠવી દેવામાં આવે છે. આથી પોલીસને તેના ઈરાદા પર શંકા હોવાથી એલસીબી, એસઓજી અને કામરેજ પોલીસ સ્ટેશનની ટીમ તપાસ કરી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT